ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અદભુત, અકલ્પનીય! ક્યારેય નહીં જોયું હોય આવું મેઘધનુષ, એ પણ હજારો ફૂટની ઊંચાઇએથી

VIDEO / અદભુત, અકલ્પનીય! ક્યારેય નહીં જોયું હોય આવું મેઘધનુષ, એ પણ હજારો ફૂટની ઊંચાઇએથી

Published By: Vidhata Gothi

Last Updated: 02:12 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rainbow Video: આપણે મોટાભાગે અર્ધગોળ આકારમાં જ મેઘધનુષ જોયું હશે. ત્યારે જુઓ વીડિયોમાં હજારો ફૂટની ઊંચાઈએથી સ્કાયડાઇવર્સે પોતાના કેમેરામાં કેદ કરેલા આ ગોળાકાર મેઘધનુષ.

ADVERTISEMENT

Circular Shape Rainbow: તાજેતરમાં જ યુનાઈટેડ કિંગડમના નોટિંગહામશાયરમાં પેરાશૂટ જમ્પ પછી બે સ્કાયડાઇવર્સે એક દુર્લભ ગોળાકાર મેઘધનુષ જોયું. જયારે તેઓ સ્કાયડાઇવ હેંગર પરથી કૂદકો માર્યા પછી હવામાં હતા, ત્યારે આ ઘટના જોવા મળી.

જણાવી દઈએ કે સામાન્ય રીતે, જમીન પરથી લોકોને અર્ધગોળ આકારનું મેઘધનુષ જ દેખાય છે. કારણ કે જમીન એના નીચેના ભાગને ઢાંકી દે છે. પરંતુ ઊંચાઈ પર હાજર સ્કાયડાઇવર્સ અથવા ઊંચાઈ પર વિમાનમાં બેઠેલા લોકોને આખું મેઘધનુષ એક આખા ગોળ આકારમાં દેખાય છે.

Circular Shape Rainbow: ક્યારે બને છે આ ઘટના

આ અનોખી ઘટના ત્યારે બને છે જ્યારે સૂર્યપ્રકાશ હવામાં હાજર પાણીના નાના ટીપાં સાથે ટકરાય છે. આ ટીપાંની અંદર, પ્રકાશનું વક્રીભવન, વિક્ષેપ અને આંતરિક પ્રતિબિંબ થાય છે, જેના લીધે મેઘધનુષના રંગો બને છે. આ એક દુર્લભ દૃશ્ય છે અને તેના માટે એક ચોક્કસ હવામાન પરિસ્થિતિઓ હોવી જરૂરી છે.

vtv app promotion

Rainbow Video: નોટિંગહામશાયરમાં દેખાયું આખું મેઘધનુષ

માહિતી પ્રમાણે, સ્કાયડાઇવર્સે રેકોર્ડ કરેલો આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે. પોલ ડ્યુઈએ જણાવ્યું કે આ એક અનોખો અનુભવ હતો. તેમની સાથેના વ્યક્તિએ પણ આ અનુભવ કર્યો. સ્કાય લેંગરે કહ્યું કે આ ખૂબ જ દુર્લભ છે, કારણ કે સામાન્ય રીતે વિમાનમાંથી ફક્ત નાના મેઘધનુષ્ય જ દેખાય છે, જે એટલા સ્પષ્ટ નથી હોતા.

આ પણ વાંચો: રશિયાથી 5500 કિમી દૂર, જ્યાં આવ્યો છે અમેરિકાનો સિક્રેટ અડ્ડો, જેની પર ચીનની પણ છે બાજ નજર!

ડ્યુઈના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યમાં બ્રિટનનો વિસ્તાર અને ઉપર વાદળી આકાશમાં સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ્ય દેખાય છે. નોટિંગહામશાયરમાં સ્કાયડાઇવરને દેખાયેલું ગોળાકાર મેઘધનુષ એક વાસ્તવિક અને દુર્લભ ઘટના છે, જે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોને કારણે થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Circular Shape Rainbow Rainbow Video Skydivers capture round rainbow

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ