બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 AM, 13 April 2026
US China Tensions: વૈશ્વિક રાજકારણમાં ફરી એક વખત તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. જ્યાં અમેરિકા, ચીન અને ઈરાન વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને લઈને કડક વલણ અપનાવતા કહ્યું છે કે જો ચીન ઈરાનને શસ્ત્રો પૂરા પાડશે તો તેના પર ભારે ટેરિફ લાદવામાં આવશે. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજકીય સંબંધોમાં નવી ચિંતાઓ ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ધમકી અમેરિકાએ પાકિસ્તાનમાં ઈરાન સાથે વાટાઘાટો નિષ્ફળ ગયા પછી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ચીન ઈરાનને સૈન્ય સહાય આપતું જોવા મળશે તો અમેરિકા 50 ટકા સુધીનો ટેરિફ લાદી શકે છે. ખાનગી અહેવાલોના આધારે એવો સંકેત મળ્યો છે કે ચીન ઈરાનને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પૂરી પાડવાની તૈયારીમાં છે. આ મુદ્દે ટ્રમ્પે કડક પ્રતિક્રિયા આપી અને તમામ દેશોને ખાસ કરીને ચીનને ચેતવણી આપી. જોકે, તેમણે સાથે સાથે વાટાઘાટ માટેનો રસ્તો પણ ખુલ્લો રાખ્યો છે. કારણ કે તેઓ નજીકના સમયમાં ચીનની મુલાકાત લેવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
એક તરફ ધમકી આપતા ટ્રમ્પે બીજી તરફ ચીનને આકર્ષવા માટે ક્રૂડ ઓઈલ સપ્લાય કરવાની ઓફર પણ કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા પોતાની વધારાની ઉત્પાદન ક્ષમતા દ્વારા ચીનને ઈરાન કરતાં ઓછી કિંમતે તેલનો જથ્થો પૂરો પાડી શકે છે. આ ઓફર સાથે તેઓ વેપારિક સમીકરણમાં ફેરફાર લાવવા ઈચ્છે છે. આ દરમિયાન વેનેઝુએલા મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. જ્યાં રાજકીય ઘટનાઓ બાદ અમેરિકા તેની નીતિઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
ADVERTISEMENT
ટ્રમ્પના સમયમાં ચીન સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને લઈને અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટએ મોટા ભાગના ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કર્યા છે. પહેલા ચીન પર ટેરિફ 125% સુધી વધારવામાં આવ્યો હતો. પરંતુ વાટાઘાટો બાદ તે ઘટાડીને 30% કરવામાં આવ્યો અને હવે વધુ ઘટાડો કરીને 10થી 15% સુધી લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલ અમેરિકા, ચીન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી આ રાજકીય અને આર્થિક ખેંચતાણ વિશ્વ માટે મહત્વપૂર્ણ બની રહી છે. ટ્રમ્પની ધમકી અને સાથે આપેલી ઓફર બંને દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે રાજનીતિ અને વેપાર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આવનારા સમયમાં આ સંબંધો કઈ દિશામાં આગળ વધે છે તે વિશ્વ અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.