બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુદ્ધમાં પુતિનની એન્ટ્રી: અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન કરાવવા રશિયા તૈયાર

વિશ્વ / યુદ્ધમાં પુતિનની એન્ટ્રી: અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન કરાવવા રશિયા તૈયાર

Pravin Joshi

Last Updated: 04:11 AM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાતચીત કરી આ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે સહયોગની ખાતરી આપી છે. બીજી તરફ, ઈરાને અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ઇઝરાયેલે આ યુદ્ધને કારણે પોતાના સંરક્ષણ બજેટમાં 11.5 અબજ ડોલરનો વધારો થવાની પુષ્ટિ કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાતચીત કરી આ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે સહયોગની ખાતરી આપી છે. બીજી તરફ, ઈરાને અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ઇઝરાયેલે આ યુદ્ધને કારણે પોતાના સંરક્ષણ બજેટમાં 11.5 અબજ ડોલરનો વધારો થવાની પુષ્ટિ કરી છે.

Vladimir-Putin-And-Putin

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ યુદ્ધ અત્યારે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જોકે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી સ્વરૂપ આપવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જે બેઠક મળી હતી તે સફળ રહી શકી નથી. વર્ષ ૧૯૭૯ પછી પ્રથમ વખત અમેરિકા અને ઈરાનના ઉચ્ચ પ્રતિનિધિઓ એક ટેબલ પર સાથે બેઠા હતા, પરંતુ દાયકાઓ જૂના અવિશ્વાસને કારણે આ વાતચીત કોઈ પણ અંતિમ સમજૂતી સુધી પહોંચી શકી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સતત મળી રહેલી ધમકીઓએ પણ વાતાવરણમાં ઉત્તેજના વધારી દીધી છે.

trump-simple-3

આ ગંભીર પરિસ્થિતિને જોતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સક્રિય ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે. ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે લાંબી વાતચીત કરી છે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે કોઈપણ પ્રકારની મદદ કરવા તૈયાર છે. રશિયા ઈચ્છે છે કે મંત્રણા દ્વારા આ સંકટનો ઉકેલ આવે અને મધ્ય પૂર્વમાં સ્થિરતા આવે. પુતિનની આ પહેલ એટલા માટે પણ મહત્વની છે કારણ કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં મુલાકાત થઈ હતી, જ્યાં યુક્રેન અને રશિયાના સંઘર્ષ અંગે પણ ચર્ચા થઈ હતી.

જોકે, ઈરાન હજુ પણ અમેરિકાના ઈરાદાઓ પર શંકા કરી રહ્યું છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલીબાફે નિવેદન આપ્યું છે કે અમેરિકા અત્યાર સુધી તેહરાનનો ભરોસો જીતવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ એટલો ઊંડો છે કે કોઈ પણ શાંતિ વાર્તા ત્યારે જ સફળ થઈ શકે જ્યારે અમેરિકા ચોક્કસ ગેરંટી આપે. ઈરાન માને છે કે અમેરિકાની શરતો તેમના સાર્વભૌમત્વ માટે જોખમી છે.

આ પણ વાંચોઃ આણંદના આંકલાવમાં ચીકુ તોડવા જતાં ઝટકા મશીનના તારના સંપર્કમાં કરન્ટ લાગ્યો, 11 વર્ષની બાળકીનું મોત

આ યુદ્ધની આર્થિક અસરો પણ ભયાનક રીતે સામે આવી રહી છે. ઇઝરાયેલ સરકારના જણાવ્યા અનુસાર, આ જંગને કારણે તેમના સંરક્ષણ બજેટમાં ૧૧.૫ અબજ ડોલરનો જંગી ખર્ચ વધ્યો છે. અર્થતંત્ર પર પડી રહેલા આ ભારને કારણે ઇઝરાયેલમાં પણ આંતરિક દબાણ વધી રહ્યું છે. હવે જ્યારે રશિયા મધ્યસ્થી તરીકે મેદાનમાં આવ્યું છે, ત્યારે વિશ્વની નજર એ વાત પર છે કે શું પુતિન અમેરિકા અને ઈરાન વચ્ચેના અંતરને ઓછું કરી શકશે કે પછી પશ્ચિમ એશિયા ફરી એકવાર મોટા યુદ્ધની જવાળાઓમાં હોમાઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MiddleEastWar USIranConflict Putin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ