ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પથી એક ઇંચ દુર હતું મોત, સિક્રેટ સર્વિસનાં 6 એજન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા

વિશ્વ / ટ્રમ્પથી એક ઇંચ દુર હતું મોત, સિક્રેટ સર્વિસનાં 6 એજન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા

Published By: Vidhata Gothi

Last Updated: 08:24 AM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટના પછી સિક્રેટ સર્વિસના છ એજન્ટોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

Donald Trump Assassination Attempt: ગયા વર્ષે અમેરિકાના પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસના મામલે સિક્રેટ સર્વિસના છ એજન્ટોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે ડેપ્યુટી ડિરેક્ટર મેટ ક્વિને જણાવ્યું કે સિક્રેટ સર્વિસના આ એજન્ટો પર પેનલ્ટી લગાવવામાં આવી છે. તેમને 10 થી 42 દિવસ માટે અનપેઇડ લીવ પર મોકલવામાં આવ્યા છે. તેમની લીવ ખતમ થયા પછી તેમને ઓછા મહત્ત્વના કામો સોંપવામાં આવશે. આ એજન્ટોને સસ્પેન્ડ કરતી વખતે, નિવેદનમાં કહેવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

trump

આ ઘટના ગયા વર્ષે 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં બની હતી. ટ્રમ્પની રેલી દરમિયાન, એક ગોળી તેમના કાન પાસેથી પસાર થઈ ગઈ હતી. આ ઘટનામાં તેઓ બચી ગયા હતા. જયારે એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર થોમસ ક્રૂક્સનું સિક્રેટ સર્વિસના સ્નાઈપરની ગોળીથી મોત થયું હતું.

આ ઘટના સમયે, ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. આ ઘટનાએ તેમના અભિયાનને વધુ મજબૂત બનાવ્યું. તેમને લોકો તરફથી સહાનુભૂતિ અને સમર્થન બંને મળ્યા. આ ઘટના પછી, ડિસેમ્બરમાં 180 પાનાનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 13 જુલાઈની ઘટના દુ:ખદ હતી પરંતુ તેને રોકી શકાઈ હોત. આ ઘટનાને સિક્રેટ સર્વિસની નિષ્ફળતા ગણાવવામાં આવી હતી.

Vtv App Promotion 2

જણાવી દઈએ કે અમેરિકાની સિક્રેટ સર્વિસ વર્ષ 1865માં ટ્રેઝરી ડીપાર્ટમેન્ટની શાખા તરીકે શરૂ થઈ હતી. શરૂઆતમાં તેનું કામ ડોલરની ફેક કરન્સી અટકાવવાનું હતું કારણ કે તે સમયે નકલી ચલણ પ્રચલિત હતું. પરંતુ 1901માં ન્યૂયોર્કમાં તત્કાલીન રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિનલીની હત્યા કરી દેવામાં આવી. આ પછી, વ્હાઇટ હાઉસ એક્શનમાં આવ્યું અને એવું નક્કી કરવામાં આવ્યું કે સિક્રેટ સર્વિસને ફેક કરન્સીના સર્ક્યુલેશનને રોકવાની સાથે રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે. હાલમાં, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સુરક્ષા ઉપરાંત, સિક્રેટ સર્વિસ અમેરિકામાં આર્થિક પ્રવૃત્તિઓ પર પણ નજર રાખે છે.

આ પણ વાંચો: ઇરાનની ટ્રમ્પને ધમકી, ટ્રમ્પ ઘરે પણ સુરક્ષીત નથી, બીચ પર સુતા હશે અને અમે ઠાર મારીશું

સિક્રેટ સર્વિસ પાસે વોરંટ જારી કરવાની સત્તા હોય છે, પરંતુ આ એજન્ટો વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે. કુલ 3 હજાર 200 સ્પેશિયલ એજન્ટ છે જેઓ હથિયાર રાખે છે. સિક્રેટ સર્વિસ યુનિટમાં 1300 ડિવિઝન અધિકારીઓ અને 2000 થી વધુ ટેકનિકલ અને સપોર્ટ કર્મચારીઓ હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Assassination Attempt Donald Trump USA Secret Service

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ