બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇરાનની ટ્રમ્પને ધમકી, ટ્રમ્પ ઘરે પણ સુરક્ષીત નથી, બીચ પર સુતા હશે અને અમે ઠાર મારીશું

તણાવ / ઇરાનની ટ્રમ્પને ધમકી, ટ્રમ્પ ઘરે પણ સુરક્ષીત નથી, બીચ પર સુતા હશે અને અમે ઠાર મારીશું

Nidhi Panchal

Last Updated: 08:02 AM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે, જ્યાં ઈરાનના વરિષ્ઠ અધિકારીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખુલ્લી ધમકી આપી છે.

અમેરીકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના સલાહકાર જાવદ લારીજાનીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ હવે તેમના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાન “માર-એ-લાગો”માં પણ સુરક્ષિત નથી. લારીજાનીએ કડક શબ્દોમાં જણાવ્યું કે ટ્રમ્પે એવા કર્મ કર્યા છે કે હવે તેઓ તેમના ઘરમાં પણ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે “જ્યારે ટ્રમ્પ તડકામાં પેટના બળે સૂતા હોય ત્યારે નાનું ડ્રોન તેમની નાભિ પર પડી શકે છે. એવું કરવું ખૂબ સરળ છે.”

trump-normal

આ ધમકી 2020માં અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાની ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને લઇને છે. તે હુમલાની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં લેવામાં આવી હતી. આ પછીથી જ ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ ખફા છે અને અનેક વખત બદલો લેવા જેવી ભાષામાં ધમકી આપી ચૂક્યું છે.

‘બ્લડ પેક્ટ’

આ સાથે જ ઈરાનમાં ‘બ્લડ પેક્ટ’ નામે વિવાદાસ્પદ ઓનલાઈન ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. ફારસી ભાષામાં જેને "અહદે ખૂન" કહેવાય છે, તે ઝુંબેશ હેઠળ ઈરાનના શાસકો અને ખામેનીના દુશ્મન સમાન વ્યક્તિઓ વિરુદ્ધ બદલો લેવા માટે ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવે છે કે 8 જુલાઈ સુધીમાં આ અભિયાન દ્વારા $27 મિલિયનથી વધુ ભંડોળ ભેગું થયું છે. વેબસાઈટ પર એવી ઘોષણા કરવામાં આવી છે કે જે કોઈ ટ્રમ્પ જેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે, તેને ઈનામ આપવામાં આવશે.

TRUMP-2

લોકોને સહભાગી થવા પણ અપીલ

એક અહેવાલ અનુસાર અને સૂત્રોએ પણ આ ઝુંબેશની પુષ્ટિ કરી છે અને નાગરિકોને આમાં સહભાગી થવા અપીલ કરી છે. બીજી તરફ, અમેરિકાની સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના જીવન માટેના આ સંભવિત ખતરા અંગે ખૂબ ગંભીર છે અને તેમની સુરક્ષા વધારે સખત બનાવી છે.

app promo4

આ પણ વાંચો : 'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે ડ્રોનથી હુમલો થઈ શકે...' ખામેનેઈના સલાહકારની ખુલ્લી ચેતવણી

દરમિયાન, તાજેતરમાં અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સંકુલો પર હુમલાઓ કરાયા છે, જેના જવાબે ઈરાને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન વાટાઘાટ કરવા માગે છે, પરંતુ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ સ્પષ્ટ જણાવ્યું કે તાજેતરના હુમલાઓ બાદ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત શક્ય નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mar-a-Lago Drone Attack Blood Pact Campaign Iran Trump Threat
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ