બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પ આજે વધુ એક ઝટકો આપશે, ફાર્મા કંપનીઓ પર લગાવશે ભારે ટેરિફ, જાણો ભારતમાં શું અસર થશે?
Last Updated: 09:03 AM, 9 April 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર ભારે ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે દવાઓ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી છે, એ મારું કામ છે.

ADVERTISEMENT
ભારતની કુલ યુએસ નિકાસમાં ફાર્માનો હિસ્સો 11 ટકા છે અને વાર્ષિક આશરે 76,000 કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાં ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકના 50% યુએસમાંથી કમાય છે, અરબિંદો ફાર્મા 48%, ડૉ. રેડ્ડીઝ લેબ 47%, ઝાયડસ લાઇફ 46%, લ્યુપિન 37%, સન ફાર્મા 32%, સિપ્લા 29% અને ટોરેન્ટ ફાર્મા 9% કમાણી કરે છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકાએ ચીન પર ફોડ્યો 'ટેરિફ બોમ્બ' ટ્રમ્પે ઠોક્યો 104 ટકા ટેક્સ, આજ રાતથી લાગુ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી. હવેથી 2 એપ્રિલને અમેરિકન ઇંડસ્ટ્રીના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને અમેરિકાને ફરી સંપન્ન રાષ્ટ્ર બનાવવાના દિવસ તરીકે યાદ કરીશું. આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.