બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશન પરથી દેશને નામ મોકલ્યો પહેલો મેસેજ, જુઓ વીડિયો

Video / શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશન પરથી દેશને નામ મોકલ્યો પહેલો મેસેજ, જુઓ વીડિયો

Published By: Chintan Chavda

Last Updated: 11:22 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા પછી, શુભાંશુ શુક્લાએ તેમના સ્વાગત સમારોહમાં હિન્દીમાં ભાષણ આપ્યું અને દેશવાસીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે 'આ આ યાત્રાનો પહેલો તબક્કો છે.'

એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સીઓમ-4 ટીમ ગુરુવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા. તે 28 કલાકના પ્રવાસ બાદ ISS પહોંચ્યા છે. સાંજે 6 વાગ્યે સ્પેસ સ્ટેશનનું હેચ ખૂલ્યા બાદ શુભાંશુ સહિત તમામ એસ્ટ્રોનોટ ISS માં એન્ટર થયા. આ દરમિયાન ISS માં હાજર ટીમે તેમનું સ્વાગત કર્યું.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પોતાની વેલકમ સેરેમનીમાં શુભાંશુ શુક્લાએ હિન્દીમાં વાત કરતા દેશવાસીયોને સંદેશ આપ્યો. તેણે કહ્યું, 'તમારો પ્રેમ અને આશીર્વાદથી હું સુરક્ષિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી શક્યું છું.' વધુમાં કહ્યું, 'ઘણું સરળ દેખાઈ રહ્યું છે અહીં પર ઊભા રહેવું,  પરંતુ થોડું મુશ્કેલ છે. થોડું માથું ભારે છે,  થોડી તકલીફ થઈ  રહી છે, પરંતુ આ ખૂબ જ નાની ચીજ છે.'

તેને કહ્યું કે, અમુક જ દિવસોમાં અમને આની ટેવ પડી જશે તો આ બધી સમસ્યા નહીં થાય. આ પ્રવાસનો પહેલો તબક્કો છે અને વધુ 14 દિવસ અમારે અહીં રહીને ઘણા એક્સપેરિમેન્ટ કરીશું અને તમારી સાથે વાતચીત પણ કરીશું.

આગળના 14 દિવસ ખૂબ અદભૂત રહેશે

એરફોર્સ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ કહ્યું કે, હું આ સ્થાન પર પહોંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તમે બધા મારા જેટલા જ ઉત્સાહિત છો.' તેને વધુમાં કહ્યું કે, 'મને ખાતરી છે કે આગામી 14 દિવસ ખૂબ જ અદ્ભુત રહેશે, કારણ કે આપણે ઘણું સંશોધન કરવાના છીએ. જય હિંદ જય ભારત.'

app promo5

વધુ વાંચો:દુનિયા પર મહામારીનો ખતરો! કોરોનાથી પણ ખતરનાક 20 વાયરસ મળતા હડકંપ

એક્સિઓમ મિશન 4 (25 જૂન, 2025) હેઠળ, બધા એસ્ટ્રોનોટ બપોરે લગભગ 12 વાગ્યે ISS માટે રવાના થયા. તેઓએ કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી. ટેકનિકલ ખામીઓ અને હવામાન સમસ્યાઓને કારણે આ મિશન 6 વખત મુલતવી રાખવામાં આવ્યું હતું.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Axiom 4 Shubhanshu Shukla World News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ