બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 PM, 26 July 2025
PM Narendra Modi Joins Maldives Independence Day Celebrations: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે માલદીવમાં છે. આજે તેમની મુલાકાતનો છેલ્લો દિવસ છે. ભારતના પ્રધાનમંત્રી માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાજધાની માલેના પ્રતિષ્ઠિત 'રિપબ્લિક સ્ક્વેર' પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુ સાથે ઉભા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન અનેક નેતાઓને મળ્યા, જેમાં ઉપરાષ્ટ્રપતિ ઉઝ હુસૈન મોહમ્મદ લતીફ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ લતીફ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી અને ઊર્જા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું, આપણા દેશો માળખાગત સુવિધાઓ, ટેક્નોલૉજી, આબોહવા પરિવર્તન, ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. આ આપણા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અમે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ.
ADVERTISEMENT
India and the Maldives share a deep-rooted partnership built on mutual respect, shared values and a long history of cultural and economic exchanges. Our relationship continues to grow, shaped by people-to-people ties and cooperation in various sectors. India remains committed to… pic.twitter.com/ipwhmmwSjX
— Narendra Modi (@narendramodi) July 26, 2025
'પ્રધાનમંત્રી માદાએ માલદીવને તેના સ્વતંત્રતાની 60મી વષગાંઠ પર અભીનંદન પાઠવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધાર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત દરમિયાન બંને પક્ષોએ ભારત અને માલદીવ વચ્ચેના ઊંડા અને ખાસ સંબંધો પર ચર્ચા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ લતીફ કટોકટી (આપત્તિ) દરમિયાન ભારત તરફથી આવી રહેલી મદદ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.'
ADVERTISEMENT
માલદીવના ઉપરાષ્ટ્રપતિ લતીફે શું કહ્યું?
માલદીવના ઉપરાષ્ટ્રપતિ લતીફે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવું તેમના માટે સન્માનની વાત છે .આ વર્ષે ભારત સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ છે. અમે આ સમય દરમિયાન મિત્રતા અને સહયોગની સફર વિશે વાત કરી. મને આશા છે કે ભવિષ્યમાં પણ ભારત સાથે મજબૂત સહયોગ ચાલુ રહેશે.
ADVERTISEMENT
Interacted with the Indian community in the Maldives. It is commendable how they are contributing to Maldives’ progress and at the same time remain connected to their roots in India. pic.twitter.com/sUnrp7eP5t
— Narendra Modi (@narendramodi) July 26, 2025
પીએમ મોદીએ કહ્યું કે ભારત ક્ષમતા નિર્માણ અને વિકાસ સહયોગ દ્વારા માલદીવને મદદ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બંને દેશો વચ્ચે લોકો વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. શુક્રવારે, વડા પ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સાથે વિગતવાર વાતચીત કરી અને માલદીવને 4,850 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઇનની જાહેરાત કરી.
ADVERTISEMENT
માલદીવમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને મળ્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ભારતીય સમુદાય માલદીવની પ્રગતિમાં કેવી રીતે યોગદાન આપી રહ્યો છે અને ભારત સાથે પણ જોડાયેલ છે તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે ભારતીય ડાયસ્પોરા વિશ્વ અને ભારત વચ્ચે એક મજબૂત સેતુ છે. અમને અમારા NRI પર ગર્વ છે.
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો.
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝુએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વડા પ્રધાન મોદીનો આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે, માલદીવની રાજ્ય મુલાકાતે આવવા બદલ હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ફળદાયી વાતચીત થઈ. અમે 4 એમઓયુ અને 3 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર જોયા, અને મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટો શરૂ કરવાની પણ જાહેરાત કરી.!
વધુમાં વાંચો: એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર! આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
તેમણે કહ્યું કે, અમે સાથે મળીને માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી, ભારત-માલદીવના ઔપચારિક સંબંધોના 60 વર્ષ પૂર્ણ થવા પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અને ભારતની મદદથી શરૂ થયેલા અનેક વિકાસ પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ મુલાકાત બંને દેશોના ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા નિર્ધારિત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.