બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "કોઈને ખબર નથી આગળ શું થશે", ઈરાન યુદ્ધ પર બોલ્યા પુતિન, મધ્ય પૂર્વ કટોકટીની તુલના કોવિડ-19 સાથે કરી

Israel Iran War / "કોઈને ખબર નથી આગળ શું થશે", ઈરાન યુદ્ધ પર બોલ્યા પુતિન, મધ્ય પૂર્વ કટોકટીની તુલના કોવિડ-19 સાથે કરી

Ajitsinh Jadeja

Last Updated: 08:21 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran US War: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુદ્ધમાં સામેલ દેશો પણ આગળ શું થશે તે કહી શકતા નથી. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્રને ખોરવી રહ્યું છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું કે મધ્ય પૂર્વ યુદ્ધમાં આગળ શું થશે તે કોઈ કહી શકતું નથી. તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધના પરિણામો કોવિડ-19 મહામારી જેટલા ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં એક બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે આ યુદ્ધે પહેલાથી જ લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી દીધી છે, અને હાઇડ્રોકાર્બન, મેટલ અને ફર્ટિલાઇજર સેક્ટર પર દબાણ વધાર્યું છે.

પુતિને મધ્ય પૂર્વ કટોકટીની તુલના કોવિડ-19 સાથે કરી

પુતિને કહ્યું કે યુદ્ધમાં સામેલ દેશો આગળ શું થશે તેની નથી કહી શકતા. તેમણે કહ્યું, "આ કટોકટી ઘણા દેશોમાં વિકાસ ધીમો પાડી શકે છે, જેમ કે કોરોના વાયરસના આંચકોની જેમ. વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ રહ્યું છે." મને લાગે છે કે આ સંઘર્ષમાં સામેલ લોકો પણ પોતે કોઇ વાતનો અંદાજ નથી લગાવી શકતા. આપણા માટે તો આ વધુ મુશ્કેલ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશા ધૂંધળી થતી દેખાય છે. આ જ કારણ છે કે ગુરુવારે તેલના ભાવ 5 ટકા વધ્યા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ 5.2 ટકા વધીને 107.54 ડોલર પ્રતિ બેરલ થયું, જ્યારે મુખ્ય અમેરિકી તેલ કોન્ટ્રેક્ટ, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ, 4.9 ટકા વધીને 94.71 ડોલર પ્રતિ બેરલ થયું છે.

ટ્રમ્પે ઈરાનને ફરીથી ચેતવણી આપી

26 માર્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે કરારનું પાલન નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું, "ઈરાનની લશ્કરી શક્તિ સંપૂર્ણપણે નાશ પામી છે અને તે સમજૌતા માટે ભીખ માંગી રહ્યું છે." અગાઉ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે તેહરાન યુએસ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે, પરંતુ યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ વાટાઘાટો થઈ નથી.

vtv app promotion

આ પણ વાંચોઃ "ક્યાંક બહુ મોડું ના થઈ જાય" ઇરાનના નેતૃત્વ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું, તે અમારી પાસે ભીખ માંગી...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રે ઈરાનને 15-મુદ્દાની યુદ્ધવિરામ યોજના ઓફર કરી છે. તેના જવાબમાં ઈરાને યુએસ સમક્ષ પોતાની પાંચ શરતો રજૂ કરી છે. પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. આ દરખાસ્ત એવા સમયે આવી છે જ્યારે યુએસ લશ્કર આ ક્ષેત્રમાં પહેલાથી હાજર આશરે 50,000 સૈનિકોને મજબૂત બનાવવા માટે 82મા એરબોર્ન ડિવિઝનમાંથી ઓછામાં ઓછા 1,000 વધુ સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran US Conflict Vladimir Putin RUSSIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ