બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "ક્યાંક બહુ મોડું ના થઈ જાય" ઇરાનના નેતૃત્વ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું, તે અમારી પાસે ભીખ માંગી...

વિશ્વ / "ક્યાંક બહુ મોડું ના થઈ જાય" ઇરાનના નેતૃત્વ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું, તે અમારી પાસે ભીખ માંગી...

Priykant Shrimali

Last Updated: 07:16 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump On Iran : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર કડક નિવેદન આપતા કહ્યું કે, ઈરાન વાટાઘાટો માટે પોતે આગળ આવી રહ્યું છે, પરંતુ જાહેરમાં તે વાતને નકારી રહ્યું છે

Donald Trump On Iran : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર કડક નિવેદન આપતા કહ્યું કે, ઈરાન વાટાઘાટો માટે પોતે આગળ આવી રહ્યું છે, પરંતુ જાહેરમાં તે વાતને નકારી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાન સૈન્ય દૃષ્ટિએ નબળું પડી ગયું છે અને હવે સમાધાન માટે દબાણમાં છે.

શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે ?

ટ્રમ્પે ચેતવણી આપતા જણાવ્યું કે, ઈરાને જલ્દી ગંભીરતા બતાવવી જોઈએ, નહિતર પરિસ્થિતિ વધુ બગડી શકે છે. તેમના શબ્દોમાં એકવાર સ્થિતિ હાથમાંથી નીકળી જશે તો પાછા ફરી શકાશે નહીં અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચેનો તણાવ હજી શાંત થયો નથી. તે ઉપરાંત ટ્રમ્પે NATO પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે નાટોને “પાગલ” ગણાવીને આક્ષેપ કર્યો કે ઈરાન સાથેના મુદ્દે અમેરિકાને પૂરતું સહયોગ મળ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પે વારંવાર શાંતિ માટે વાતચીત કરવાની વાત કરી છે, જ્યારે ઈરાન તરફથી વાટાઘાટોને લઈને અલગ જ અભિગમ જોવા મળે છે.

આ પણ વાંચો : માર્યો ગયો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરનાર ઈરાનના IRGC નેવીનો ચીફ, ઇઝરાયલનો મોટો દાવો

માહિતી મુજબ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન કેટલાક કરારો માટે તૈયાર થયું છે, પરંતુ તેની સામે ઈરાને પોતાની શરતો પણ મૂકી છે. આ પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે સમજૂતી થવી કે તણાવ વધવો-તે હજી અનિશ્ચિત છે. આ વચ્ચે White House તરફથી પણ કડક સંદેશ આપવામાં આવ્યો છે. 25 માર્ચે જાહેર કરાયેલા નિવેદન મુજબ, જો ઈરાન સાથે કોઈ સમાધાન નહીં થાય તો અમેરિકા મોટું સૈન્ય પગલું લઈ શકે છે. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ કર્યું કે આ માત્ર ધમકી નથી, પરંતુ જરૂર પડે તો અમેરિકા કડક કાર્યવાહી કરવા તૈયાર છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિશ્વભરના દેશો ચિંતિત છે અને આશા રાખી રહ્યા છે કે તણાવ ટૂંક સમયમાં શાંત થશે અને શાંતિપૂર્ણ ઉકેલ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Iran tensions NATO criticism Donald Trump statement
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ