બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમીર દેશોનો એક નિર્ણયથી ભારતના ડિફેન્સ સેક્ટરની બલ્લે બલ્લે, ચીન-પાકનો છૂટયો પરસેવો

અંદેશો સાચો / અમીર દેશોનો એક નિર્ણયથી ભારતના ડિફેન્સ સેક્ટરની બલ્લે બલ્લે, ચીન-પાકનો છૂટયો પરસેવો

Chintan Chavda

Last Updated: 11:23 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NATO Defense Budget: નાટો દેશોએ પોતાનું ડિફેન્સ બજેટ વધારવાની જાહરાત કરી છે. આનાથી હથિયારોની સ્પર્ધા શરૂ થશે. હવે આ અમીર દેશો હથિયરો ખરીદવા માટે અબજો ડોલર ખર્ચ કરશે. આનાથી અબજો ડોલરના સોદા થશે અને ભારત માટે લાખો રોજગારીની તકો ઊભી થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે આવું થવાનું છે. હકીકતમાં, ગ્લોબલ પોલિટીક્સના નકશા પર આવો પરિવર્તન જોવા મળી રહ્યો છે, જે ફક્ત ચીનને જ નહીં પરંતુ રશિયાને પણ ઝટકો આપશે. નાટો દેશોએ તેમના ડિફેન્સ બજેટમાં 5 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આનાથી હથિયારોની સ્પર્ધા શરૂ થશે. હવે આ અમીર દેશો હથિયરો ખરીદવા માટે અબજો ડોલર ખર્ચ કરશે.

indian-army-news

આ ભારત માટે જીતની સ્થિતિ હશે. કારણ કે નાટો દેશો ન તો ચીન પાસેથી હથિયારો ખરીદશે કે ન તો રશિયા પાસેથી, કારણ કે તેઓ બંનેને દુશ્મન દેશો માને છે. એવામાં, તેઓ હથિયારો ક્યાંથી ખરીદશે? ભારતમાંથી. કારણ કે ભારતમાં બનેલા હથિયારોની ગુણવત્તા માત્ર સારી નથી, પરંતુ તે વિશ્વસનીય પણ છે અને યુદ્ધમાં તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં બનેલા હથિયારો વિશ્વના બાકીના દેશો કરતાં ઘણા સસ્તા છે. એવામાં, ભારત નાટોની હથિયાર સ્પર્ધામાં સુપરસ્ટાર બનશે તે પાક્કું છે. આનાથી અબજો ડોલરના સોદા થશે અને ભારત માટે લાખો રોજગારીની તકો ઊભી થશે.

નાટોના આ નિર્ણયની સૌથી મોટી અસર એ થશે કે અમીર દેશો વચ્ચે હવે અત્યાધુનિક અને વધુ શક્તિશાળી દેશોની રેસ શરૂ થશે. રક્ષા બજેટમાં વધારાનો સીધો અર્થ એ થાય છે કે આ દેશો નવી સૈન્ય ટેકનોલોજી, હથિયાર પ્રણાલી અને ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ભારે ઇન્વેસ્ટ કરશે. આની માટે તેમણે મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરવી પડશે.

app promo3

યુરોપના દેશો અગાઉથી જ ખરીદી રહ્યા છે

રિપોર્ટ અનુસાર, યુરોપના ઘણા દેશોએ ભારત પાસેથી ડાયરેક્ટ હથિયાર ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભારતની રક્ષા કંપની અને સરકારી સંસ્થાઓ હવે યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ઊંડાણપૂર્વક પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ ભારતે ફિલિપન્સને બ્રહ્મોસ મિસાઇલનો પહલો જથ્થો મોકલ્યો છે. આ સિવાય વિયેતનામ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ અને અમુક યુરોપીય દેશો સાથે વાતચીત ચાલી રહી છે,.

વધુ વાંચો : VIDEO :ભારતના શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો, સ્પેસમાં ઉડાણ ભરી, જાણો ક્યારે પહોંચશે ISS પર?

અરબો ડોલરની કમાણી અને લખો લોકોને નોકરી

જો નાટો દેશો ભારત પાસેથી હથિયારો ખરીદવાનું શરૂ કરે છે, તો તે ભારતને અબજો ડોલરની કમાણી કરશે જ, પરંતુ ડિફેન્સ પ્રોડક્શનમાં પણ ક્રાંતિ લાવશે. આનાથી લાખો નવી નોકરીઓ પેદા થશે. ફેક્ટરીઓમાં સીધી રીતે અને સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ, સંશોધન અને ડેવલપમેન્ટમાં પરોક્ષ રીતે લાખો રોજગારીની તકો ઊભી થશે. ભારત વૈશ્વિક શક્તિ બનવા તરફ આ એક મોટું પગલું હશે. અમેરિકા હોય કે રશિયા, તેઓ હથિયારોના બળ પર આખી દુનિયા પર રાજ કરી રહ્યા છે. હવે ભારત આમાં એક મોટા ખેલાડી તરીકે ઉભરી આવશે. તે પોતાની રણનીતિ પોતાના હિસાબે નક્કી કરશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi World News NATO Defense Budget
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ