બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શું આવનારા 48 કલાકમાં અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર થશે? 45 દિવસ માટે થઈ શકે છે યુદ્ધ વિરામ
Last Updated: 10:48 AM, 6 April 2026
Middle East Conflict: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો તેજ બન્યા છે. અહેવાલો મુજબ અમેરિકા, ઈરાન અને પ્રાદેશિક મધ્યસ્થીઓ વચ્ચે સંભવિત 45 દિવસના યુદ્ધવિરામ અંગે ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર આ બે તબક્કાનો કરાર હોઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કામાં 45 દિવસનું યુદ્ધવિરામ રહેશે અને આ સમયગાળા દરમિયાન કાયમી શાંતિ માટે ચર્ચા કરવામાં આવશે. જો જરૂરી જણાશે તો આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી શકે છે. બીજા તબક્કામાં સંઘર્ષને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે કરાર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ચર્ચાઓ પાછળ પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી જેવા દેશો મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે. સાથે જ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાક્ચી વચ્ચે સીધી વાતચીત પણ ચાલી રહી છે. જોકે, અમેરિકાની તરફથી આપવામાં આવેલી કેટલીક દરખાસ્તોને ઈરાને હજુ સુધી સ્વીકારી નથી. મધ્યસ્થીઓનું માનવું છે કે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલવાનો મુદ્દો અને ઈરાનના યુરેનિયમ કાર્યક્રમ અંગેનો નિર્ણય અંતિમ કરારમાં જ શક્ય બનશે.
તો બીજી તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ અને મહત્વપૂર્ણ ઢાંચાઓ પર હુમલો થઈ શકે છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ આ મુદ્દે કડક જવાબ આપતા જણાવ્યું છે કે પર્સિયન ગલ્ફમાં નવું સુરક્ષા માળખું ઉભું થઈ રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ હવે પહેલાની જેમ નહીં રહે. આ તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે વિશ્વ અર્થતંત્ર પર અસર કરી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે યુદ્ધવિરામ માટે ચર્ચા ચાલી રહી છે. પરંતુ બંને પક્ષોની આક્રમક ભૂમિકા પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે. આગામી દિવસોમાં આ સંઘર્ષ કઈ દિશામાં આગળ વધે છે તે પર સમગ્ર વિશ્વની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.