બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વધુ એક પ્લેન ક્રેશની ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ કરતાં જ બિલ્ડિંગ સાથે અથડાયું, 7ના મોત

વિશ્વ / વધુ એક પ્લેન ક્રેશની ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ કરતાં જ બિલ્ડિંગ સાથે અથડાયું, 7ના મોત

Vidhata Gothi

Last Updated: 08:07 AM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Plane Crash: એક વિમાન ફેક્ટરીની બિલ્ડિંગ સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું અને તેમ આગ લાગી ગઈ. વિમાન દુર્ઘટનામાં 7 લોકોના મોત થઈ ગયા છે અને પ્લેન ક્રેશ સાઇટ પરથી 130 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.

Mexico Plane Crash: મેક્સિકોમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રાઇવેટ જેટ ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું. બિલ્ડિંગ સાથે ટકરાતાં જ તેના આગ લાગી ગઈ અને વિમાનના ટુકડેટુકડા થઈને બિલ્ડિંગ પર વિખેરાઈ ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જયારે ક્રેશ સાઇટ પરથી 130 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. આ દુર્ઘટના ટોલુકા નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં થઈ છે, જ્યાં સ્થાનિક અધિકારીઓએ મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે દુર્ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું કે પ્રાઇવેટ જેટમાં 8 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ હતા. તેમણે જણાવ્યું કે આ ઘટના ટોલુકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા સાન માટેઓ એટેન્કો નામના વિસ્તારમાં બની.

ફૂટબોલ મેદાન પર કરવાનું હતું લેન્ડિંગ

સાન માટો એટેન્કોના મેયર એના મુનિઝે જણાવ્યું કે પ્રાઇવેટ જેટ ક્રેશ થયા પછી બળીને ખાખ થઈ ગયું છે અને સાત મૃતદેહો મળી આવ્યા છે. પ્રાઇવેટ જેટ મેક્સિકોના પેસિફિક કિનારે સ્થિત અકાપુલ્કોથી ઉડ્યું હતું અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ટોલુકા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું. જોકે, ઇમરજન્સીને કારણે, તેને એરપોર્ટથી પાંચ કિલોમીટર પૂર્વમાં ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કારવાનું હતું, પણ તે એક ઇમારતની છત સાથે ટકરાઈ ગયું.

વિમાન ક્રેશ થઈને લાગી ગઈ આગ

માહિતી પ્રમાણે, વિમાને ટેકનિકલ ખામી અથવા અન્ય કટોકટીને કારણે ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પાઇલટે વિમાનને નજીકના ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાન સંતુલન ગુમાવી બેઠું અને ઇમારત સાથે અથડાઇ ગયું. આ અકસ્માત ઔદ્યોગિક વિસ્તારમાં થયો. વિમાન ઇમારતની છત સાથે ટકરાઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. નજીકના રહેવાસીઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આશરે 130 લોકોને બચાવવામાં સફળ રહી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો.

vtv app promotion

આ પણ વાંચો: 'હું મરવા જઇ રહ્યો છું, પ્લીઝ...', સિડનીના બોન્ડી બીચ પર જીવના જોખમે આતંકીને પકડનાર અહમદની કહાની

દુર્ઘટનાની તપાસના આદેશ

ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી, અને દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ જેટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂર કેમ પડી તે માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Plane Crash News Mexico Plane Crash Private Jet Crash
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ