બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'હું મરવા જઇ રહ્યો છું, પ્લીઝ...', સિડનીના બોન્ડી બીચ પર જીવના જોખમે આતંકીને પકડનાર અહમદની કહાની

Video / 'હું મરવા જઇ રહ્યો છું, પ્લીઝ...', સિડનીના બોન્ડી બીચ પર જીવના જોખમે આતંકીને પકડનાર અહમદની કહાની

Last Updated: 02:43 PM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sydney Bondi Beach:ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના બોન્ડી બીચ પર ગઇકાલે એક અસામાન્ય ઘટના બની. યહૂદીઓ તહેવાર ઉજવી રહ્યા હતા અને તેમના પર આતંકી હુમલો થયો. આ બધામાં એક હીરો નીકળ્યો અહેમદ અલ અહેમદ. આવી કઈંક છે સિડની બીચના હીરોની કહાની.

Sydney Bondi Beach Hero: સિડનીના બોન્ડી બીચ પર ગઇકાલે રવિવારનો માહોલ હતો અને યહૂદીઓ તેમનો તહેવાર હનુકકા ઉજવી રહ્યા હતા. બોન્ડી બીચ પર મ્યુઝિક ,ડાન્સ અને મસ્તીનો માહોલ હતો. ત્યાં જ ફરતા ફરતા 2 લોકો પણ આવી પહોંચ્યા જેમના નામ હતા અહેમદ અલ અહેમદ અને તેનો કઝિન જોજે અલકાંઝ. અહેમદ એ વ્યક્તિ છે કે જેણે સિરીયાનું સિવિલ વોર તેની આંખે જોયું હતું. તે 10 વર્ષ પહેલા જ સિરીયા છોડીને નવેસરથી ઝીંદગી શરૂ કરવા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. સિડનીમાં ફળ વેચનાર અહેમદની દુકાન રવિવારના લીધે બંધ હતી અને તે સાંજે તેના કઝીન સાથે ફરવા માટે બોન્ડી બીચ પર ગયો હતો. ત્યાં અહેમદ કોફીની મજા માણી રહયો હતો કે તેણે તેની સામે ફાયરિંગની ઘટના જોઈ. અને આ જોઈને તે એકપણ સેકન્ડનો વિચાર કર્યા વિના કૂદી પડ્યો.

અહેમદ અને તેનો ભાઈ રવિવારે અહેમદની ફ્રૂટની દુકાન બંધ હોવાને લીધે બોન્ડી બીચ ગયા હતા. ત્યાં તેમને યહૂદીઓ દ્વારા ડિનરની પણ ઓફર કરવામાં આવી પણ તેમણે ના પાડી દીધી. કારણ કે બંનેને કોફીની ઈચ્છા હતી.

સિરીયાથી આવેલો મુસ્લિમ હીરો બની ગયો

સોમવાર સવારે સિડનીના સાઉથમાં સેંટ જોર્જ હોસ્પિટલની બહાર અલકાંઝે આ ઘટના યાદ કરી જેમાં અહેમદને ખભા પર 2 ગોળીઓ વાગી હતી. 10 વર્ષ પહેલા સિરિયાથી ઓસ્ટ્રેલિયા આવેલા અહેમદે પોતાના જીવની ચિંતા કર્યા વિના જ આતંકીને ચેલેન્જ કરી અને તેના પર કૂદી પડ્યા. અને તેની ગન લઈ લીધી. જોર્જેનું કહેવું છે કે અમે જોયું કે અમારા જ 2 લોકો ફાયરિંગ કરી રહ્યા છે.

કોફી પીતા હતા ને થયું ફાયરિંગ

જોજે એ કહ્યું કેગોળીબાર શરૂ થયો ત્યારે તે અને તેનો કઝીન અહેમદ સાથે કોફી પી રહ્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓનું વર્ણન કરતા જોજ કહે છે કે "અચાનક ગોળીબારથી તે એટલો ગભરાઈ ગયો કે તેણે તેના ભાઈને કહ્યું કે હું મરી જઈશ" જેના પછી અહમદે કહ્યું કે

" હું મારવા જઈ રહ્યો છું, પ્લીઝ મારી ફેમિલીનું ધ્યાન રાખજે અને લોકોને જણાવજે કે હું લોકોના જીવ બચાવવા માટે આગળ ગયો હતો."

અહેમદ કાર પાર્કિંગથી ગનમેન પાસે પહોંચ્યો અને તેની પાસે ગયો. જ્યારે તે એક્દમ નજીક પહોંચ્યો ત્યારે અહેમદ આતંકી પર તૂટી પડ્યો અને તેને શૂટરને પકડી લીધો, અને ત્યાં સુધી પકડી રાખ્યો જ્યાં સુધી તેની ગનના છીનવી લે. પછી શૂટર જમીન પર પડી ગયો અને અહેમદે ગન લઈને તેના પર ટાંકી. અહમદે પછી બંદૂક એક ઝાડના ટેકે મૂકી ત્યાં સુધીમાં બીજો રક વ્યક્તિ શૂટરનો પીછો કરતો આવ્યો અને અહેમદને 2 ગોળીમારી. અહેમદની સર્જરી અને જોર્જનો ઈલાજ હાલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

અહેમદના પિતાએ હોસ્પિટલની બહાર તેના દીકરાને હીરો ગણાવ્યો. તેમણે કહ્યું,

" મે કાલ રાતે તેને જોયો ત્યારે તે ઠીક હતો. તેણે કહ્યું કે ભગવાનનો આભાર કે હું આ કરી શક્યો. હું બેગુનાહ લોકોની મદદ કરી શક્યો અને રાક્ષસોથી આ લોકોને બચાવી શક્યો. મારો દીકરો એક હીરો છે."

અહેમદ માટે ઓસ્ટ્રેલિયામાં ક્રાઉડ ફંડિંગ થઈ રહ્યું છે અને તેમાં 3 લાખ ડોલર જમા થઈ ચૂક્યા છે. આમાં એક અમેરિકન અરબપતિ બિઝમેન પણ છે જેણે 1.50 હજાર ડોલર આપ્યા છે.

આ પણ વાંચો: 2 શૂટર, 20 મિનિટ, 16 મોત, વીકન્ડ ઉજવવા નીકળ્યા હતા બાપ-દીકરો, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

Vtv App Promotion 2

16 લોકોના મોત, 40 ઘાયલ

સિડનીના બોન્ડી બીચ પર 14 ડિસેમ્બરના રોજ હનુકકા ઉત્સવ દરમિયાન થયેલ આતંકી હુમલામાં 16 લોકોના જીવ ગયા છે. જેમાં એક 10 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. હુમલાખોર પિતા-પુત્ર સાજિદ અકરમ (50) અને નવીદ અકરમ (24) હતા. સાજિદને પોલીસે ઘટનાસ્થળે જ મારી દીધો હતીઓ અને નવીદ ઘાયલ છે અને હોસ્પિટલમાં પોલીસની દેખરેખમાં છે. આ ઘટનામાં 40 થી વધુ લોકો ગાહયલ થયા છે. પ્રધાનમંત્રી એન્થની આલ્બનીસે આ ઘટનાને Pure Evil કહીને તેની આકરી ટીકા કરીને કડક કાયદાની વાત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bondi Beach Attack Ahmed Hero Story બોન્ડી બીચ હુમલો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ