બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 2 શૂટર, 20 મિનિટ, 16 મોત, વીકન્ડ ઉજવવા નીકળ્યા હતા બાપ-દીકરો, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે
Last Updated: 09:50 AM, 15 December 2025
Sydney Bondi Beach Terrorist Attack: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આડેધડ ફાયરિંગ કરીને 16 લોકોની હત્યા કરનાર આતંકવાદીઓની ઓળખાણ થઈ ગઈ છે. આ બંને જણા બાપ-દીકરા હતા. સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓ જ્યારે તેમનો તહેવાર હનુકકાની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષના દીકરા નવીદ અક્રમે બીચ પર ફેસ્ટિવલ માણી રહેલા લોકો પર ક્રૂરતાથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર 2 શૂટરોએ 20 મિનિટ સુધી મોનતનું તાંડવ રચ્યું અને તેમ 16 લોકોએ જીવ ગુમાવ્યા. આ બંને શૂટરોએ લગભગ 2000 લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 40 લોકો ઘાયલ થયા હતા. ન્યુ સાઉથ વેલ્થ (NSW) પોલિસે એક આતંકીને ત્યાં સ્થળ પર જ ઢેર કરી દીધો હતો અને એકને પકડી લીધી હતો. અને લોકોએ તેણે ખૂબ માર્યો હતો. તેમાંથી એક આતંકીની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે અને તેનું પાકિસ્તાન સાથે કનેક્શન પણ નીકળ્યું છે.
ADVERTISEMENT
બીચ પર હુમલો કરનારની ધરપકડ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે નવીદ સિડનીના બોનીરિગમાં રહે છે. પોલીસે સિડનીમાં તેના ઘરે તપાસ કરી તો ત્યાં મળેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર નવીદ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે અને સિડનીમાં તે અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી છે. તેનો એક ફોટો પોલીસને હાથ લાગ્યો છે જેમાં તે પાકિસ્તાનની ક્રિકેટની જર્સી પહેરેલો છે. નવીદની ઉંમર લગભગ 24 વર્ષ છે અને તેની સાથે બીજો શૂટર જે લગભગ 50 વર્ષનો હતો તે નવીદનો પિતા હતો.
ADVERTISEMENT
He is Naveed Akram from Pakistan.
— नितेश शुक्ला गर्गवंशम् (@Niteshshukla51) December 14, 2025
आज फिर पाकिस्तानी आतंकवादी ने ऑस्ट्रेलिया में हमला किया!
जिसमें 10 से ज्यादा लोगों की जान गई!
घायलों की संख्या का हिसाब ही नहीं है!#bondibeachpic.twitter.com/Mb8S96MRW9 pic.twitter.com/K5oUibJbT9
ADVERTISEMENT
તપાસમાં બહાર આવ્યું કજે ઘટના સ્થળેથી સંદિગ્ધ હાલતમાં 6 લાયસન્સ વાળા હથિયાર મળી આવ્યા છે. તેમણે વધુમાં કહયું કે સાજિદ પાસે લભાગ 10 વર્ષથી ગનનું લાયસન્સ હતું. પોલીસે જણાવ્યું કે સંદિગ્ધમાં એક ગાડીમાં ઈંપ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અને ISIS નો ફ્લેગ પણ મળી આવ્યો છે. પોલીસબનું કહેવું છે બીચ પર જનલેવા હુમલો કર્યા પછી પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 50 વર્ષના શૂટર પાસે મનોરંજન સામે શિકાર કરવાનું લાયસન્સ પણ હતું. NSW પોલીસ કમિશનર મેલ લેંયોનની કહેવું છે કે સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો અને તેની પાસે રાજ્ય અને કાનૂન અંતર્ગત ફાયર આર્મ્સ રાખવાની પરમીશન અને અધિકાર પણ મળેલા હતા.
Mass shooting at Bondi Beach today during Hanukkah event: 11+ dead, 29 injured in targeted terror attack on Jewish community. 2 gunmen—one killed, one critical. IED vehicle found.
— Zany Zig (@Crusade_007) December 14, 2025
Naveed Akram from Pakistan in the license picture. #bondibeach pic.twitter.com/heMUlcv8et
ADVERTISEMENT

ADVERTISEMENT
સિડનીમાં બીચ પર થયેલા હુમલામાં મારનાર લોકોની ઉમર 10 વર્ષથી 87 વર્ષની વચ્ચે છે. NSWના સ્વાસ્થ્ય મંત્રી રયાન પાર્કે પુષ્ટિ કરી છે કે સૌથિનની ઉંમરના બાળકે સિડની ચિલ્ડ્રન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. આતંકી અકરમની માતા એક હાઉસવાઈફ છે અને અકરમ તેના આતંકી બાપ, 22 વર્ષની નાની બહેન અને 20 વર્ષના નાના ભાઈ સાથે રહેતો હતો. તે લોકોએ 3 બેડરૂમ વાળી પ્રોપર્ટી 2024 માં ખરીદી હતી. આ પરિવાર પહેલા કેબ્રામેટામાં રહેતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.