બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 AM, 20 April 2026
US News: અમેરિકાના લુઇસિયાનામાં (Louisiana) રાજ્યમાંથી એક ખૂબ જ ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. એક સામૂહિક ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતાં કુલ 10 લોકોને નિશાન બનાવ્યા હતા. જેમાંથી આઠ બાળકોનાં મોત થયા છે. આ બાળકોની ઉંમર માત્ર એક વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીની હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યા બીજા કોઈએ નહી પણ એક પિતાએ કરી છે જેમાં 7 તેના પોતાના બાળકો અને એક ભત્રીજો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
અમેરિકાના શ્રેવપોર્ટ લુઇસિયાના (Shreveport, Louisiana) માં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં એક વ્યક્તિએ 1થી 14 વર્ષની વયના આઠ નિર્દોષ બાળકોની ગોળી મારીને હત્યા કરી નાખી. પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા બાળકોમાંથી સાત તેના પોતાના સંતાનો હતા, જ્યારે આઠમો બાળક તેનો સગો હતો. આ ભયાનક બનાવને છેલ્લા કેટલાય વર્ષોમાં બનેલી સૌથી ગંભીર ગોળીબારની ઘટનાઓમાં ગણવામાં આવી રહ્યો છે. મૃતકોમાં પાંચ છોકરીઓ અને ત્રણ છોકરાઓનો સમાવેશ થાય છે અને ગોળીબાર સમયે બધા બાળકો ઊંઘમાં હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે સવારે લગભગ 6 વાગ્યાના સમયે બની હતી. આરોપીનો તેની પત્ની સાથે ઉગ્ર વિવાદ થયો હતો, જેના કારણે તે ગુસ્સે ભરાઈ ગયો અને પછી તેણે આકસ્મિક રીતે ગોળીબાર શરૂ કરી દીધો. આ સમગ્ર ઘટના બે અલગ અલગ મકાનોમાં બની હતી. પહેલા એક ઘરમાં ગોળીબાર કર્યા બાદ તે બીજા ઘરમાં ગયો અને ત્યાં બાળકોને નિશાન બનાવ્યા. બીજા મકાનમાં જ સૌથી વધુ, સાત બાળકોનાં મોત નોંધાયા હતા. એક બાળક જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઘરની છત પર મૃત હાલતમાં મળી આવ્યો. જ્યારે બીજું બાળક છત પરથી કૂદી જતા ગંભીર રીતે ઘાયલ થયું છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
આ ભયાનક ઘટના શ્રેવપોર્ટ (Shreveport) શહેરમાં બની હતી. જ્યાં એક જ હુમલાખોરે એક નહીં પરંતુ ત્રણ અલગ અલગ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસ ચીફ વેઇન સ્મિથના જણાવ્યા અનુસાર આ રીતે અલગ અલગ જગ્યાએ થયેલા હુમલાઓને કારણે તાત્કાલિક કાર્યવાહી અને નિયંત્રણમાં મુશ્કેલીઓ આવી હતી. ગોળીબારના અવાજોથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો અને પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી.
ADVERTISEMENT
પોલીસના પ્રાથમિક તારણો અનુસાર મૃતક બાળકોમાંથી કેટલાક હુમલાખોરના પોતાનાં સંબંધીઓ હોઈ શકે છે. જેના કારણે આ ઘટના પાછળ ઘરેલુ વિવાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાખોરે મહિલાઓ સહિત અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હતા. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આ મામલે વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાના મૂળ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
પરિવારના એક સભ્યએ જણાવ્યું કે એલ્કિન્સ અને તેની પત્ની અલગ થવાના હતો અને તે અંગે દલીલ કરી રહ્યા હતો. તેની કોર્ટમાં સુનાવણી પણ નક્કી કરવામાં આવી હતી. એક પાડોશીએ જણાવ્યું કે તે ઘણીવાર બાળકો સાથે જોવા મળતો હતો અને થોડા દિવસો પહેલા પણ તેમની સાથે હતો. પોલીસે જણાવ્યું કે એલ્કિન્સની અગાઉ 2019 માં હથિયારો સંબંધિત ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ઘરેલુ હિંસાનો કોઈ અગાઉનો રેકોર્ડ મળ્યો નથી.
ADVERTISEMENT
У США сталася стрілянина, загинули восьмеро дітейhttps://t.co/0NSpiu5zVP pic.twitter.com/KtyNKbkMeu
— Ukrinform (@UKRINFORM) April 19, 2026
ADVERTISEMENT

અંતે પોલીસ સાથે થયેલી અથડામણમાં હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો હતો. જેના કારણે વધુ જાનહાનિ ટળી. પ્રશાસને લોકો પાસે અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના સાથે સંકળાયેલી માહિતી, વીડિયો અથવા ફોટોગ્રાફ્સ હોય તો તે પોલીસને પહોંચાડે. આ ઘટના ફરી એકવાર અમેરિકામાં વધતી સામૂહિક ગોળીબારની સમસ્યાને છતી કરે છે. આ વર્ષના માર્ચ અંત સુધીમાં લગભગ 98 આવી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જેમાં તાજેતરની ઘટના ઉમેરાતા કુલ 99 કેસ થયા છે. આ તમામ બનાવોમાં મળીને 123 લોકોનાં મોત અને 379 લોકો ઘાયલ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.