બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / હોર્મુઝમાં ફરી તણાવ વધ્યો: અમેરિકાએ ઈરાનનું જહાજ જપ્ત કર્યું, બંને દેશો આમને-સામને

તણાવ / હોર્મુઝમાં ફરી તણાવ વધ્યો: અમેરિકાએ ઈરાનનું જહાજ જપ્ત કર્યું, બંને દેશો આમને-સામને

Priyankka Triveddi

Last Updated: 07:52 AM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થનારી બીજી વારની શાંતિ મંત્રણા શરૂ થતાં જ ફેલ થઈ રહી હોય તેવું લાગી રહયું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે US નેવીએ ઓમાનની ખડીમાં અમેરિકાની નાકાબંદી પાર કરો રહેલા એક મોટા ઈરાની ફ્લેગ વાળા કાર્ગો જહાજને કબ્જે લીધું છે. તો બીજી તરફ ઇરાને પણ આ વાતનો વળતો જવાબ આપ્યો છે.

US-Iran Conflict: પશ્ચિમ એશિયાના સંવેદનશીલ જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz) નજીક અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. પ્રથમ રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ જતા બંને વચ્ચે ફરી કોઈ શાંતિની વાતચીત થાય અને કોઈ રાજદ્વારી ઉકેલ આવે તેવી આશા દેખાઈ રહી નથી. આ દરમિયાન અમેરિકાએ ઈરાનના ફ્લેગવાળા એક કાર્ગો જહાજને કબજે કર્યું છે. જેને કારણે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ ગાઢ બન્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે આ જહાજે હોર્મુઝમાં અમેરિકન નાકાબંધીનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ યુએસ નેવીના વિનાશક જહાજે ચેતવણી આપ્યા છતાં કાર્ગો શિપ ન રોકાતા તેને બળપૂર્વક કબજે કરાયું. હાલમાં આ જહાજ અમેરિકી મરીનના નિયંત્રણમાં છે અને તેની તપાસ ચાલી રહી છે.

બીજી તરફ ઈરાને આ કાર્યવાહીનો કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને ‘સમુદ્રી ચાંચિયાગીરી’ ગણાવી છે. ઈરાનના જણાવ્યા મુજબ આ જહાજ ચીનથી આવી રહ્યું હતું અને અમેરિકાએ ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. વધુમાં ઈરાને ડ્રોન બોટનો ઉપયોગ કરીને અમેરિકન સૈન્ય સામે જવાબી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે.

આ પણ વાંચો: બંદૂકની અણીએ વાતચીત નહીં, ટ્રમ્પની વિનાશકારી ધમકી વચ્ચે ઈરાનનું ઈસ્લામાબાદ મંત્રણા પર સસ્પેન્સ

આ તણાવ વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનાર બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કોઈ ચર્ચા હાલ શક્ય નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકાના આક્ષેપો માત્ર દબાણ બનાવવા માટેના પ્રચારનો ભાગ છે અને હાલની પરિસ્થિતિમાં કોઈ રચનાત્મક સંવાદ શક્ય દેખાતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Strait of Hormuz crisis Donald Trump Iran-US tensions
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ