ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Viral / છોકરી ઓફિસેથી લંચ પર આવી, બેડ પર અંડરવિયરમાં બેઠેલા બોસને જોઈને ચોંકી, ચુપચાપ ખાનગીમાં કર્યું આવું
Last Updated: 11:31 AM, 15 June 2025
ADVERTISEMENT
નોકરી આપવાના બદલામાં એક બોસે એક મોટી શરમજનક હરકત કરી બેઠાં અને તેઓ અંડરવિયર પહેરીને મહિલા કર્મચારીના બેડરુમમાં ઘુસી ગયાં હતા. જાપાની પોલીસે એક પુરુષની ધરપકડ કરી છે, જે તેના મહિલા કર્મચારીના બેડ પર સુતો હતો. તે ફક્ત અંડરવિયરમાં હતો. 20 વર્ષની યુવતી જ્યારે લંચ માટે ઘેર આવી ત્યારે તેણે તેના બોસને વાંધાજનક હાલતમાં બેડ પર આરામ ફરમાવી રહેલો જણાયો હતો.
ADVERTISEMENT
બેડ પર અંડરવિયરમાં બોસન બેઠેલો જોઈને યુવતીએ શું કર્યું
લંચ માટે ઘેર આવેલી યુવતીએ બેડરુમમાં નજર નાખી ત્યારે તેને ભારે આઘાત લાગ્યો કે તેના બોસ અંડરવિયર પહેરીને બેડ પર બેઠાં હતા પરંતુ તેનું મોં સામેની દિશાએ હોવાથી તે યુવતીને જોઈ ન શક્યો, આ જોઈને યુવતી ચુપચાપ અવાજ ન થાય તે રીતે દરવાજો બંધ કરીને બહાર સરકી ગઈ અને પોલીસને બોલાવી લાવી.
ADVERTISEMENT
પોલીસ પૂછપરછમાં બોલ્યો- યુવતી મને પસંદ છે
યુવતી સાથે પોલીસ ઘેર આવી અને બેડરુમમાંથી શખ્સને પકડી લીધો. 47 વર્ષીય અજાણ્યા બોસે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તે મહિલાને પસંદ કરે છે અને તેના વિશે વધુ જાણવા માંગે છે. જોકે, તે પહેલી વાર નહોતો જ્યારે તે તેના રૂમમાં ઘૂસી ગયો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તે કેવી રીતે પ્રવેશ મેળવ્યો અને તેનો ઈરાદો શું હતો.
ADVERTISEMENT
ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ
ADVERTISEMENT
આ ઘટના જાપાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, અને યુઝર્સે અધિકારીઓને બોસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. "મને આશા છે કે તે કામ પર પાછો ન જાય જાણે કંઈ થયું જ ન હોય, અને મને આશા છે કે તે મહિલા નોકરી છોડીને ન જાય," એક યુઝરે કહ્યું. બીજા એક વ્યક્તિએ ઉમેર્યું: "મને લાગે છે કે તે નસીબદાર હતી કે તે સામાન લેવા ઘરે ગઈ; નહીં તો તે તેના વિકૃત બોસ દ્વારા અગાઉ કરવામાં આવેલા ચોરીઓ વિશે અજાણ રહી હોત અને તેનું વર્તન વધુ ખતરનાક બની ગયું હોત.
સંકળાયેલા મુદ્દાઓ