બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:10 PM, 16 July 2025
ઇઝરાયલે સીરિયાના સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે. આ હુમલો ડ્રોન અને બોમ્બનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. ઇઝરાયલના આ હુમલાને કારણે રાજધાની દમાસ્કસમાં ધુમાડાના ગોટા જોવા મહ્યા છે. ઇઝરાયલે હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પ્રતીકાત્મક રીતે 2 ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#israelattack#helevier#หวยงวดนี้#AllStarGame#Syria#SyrianWar
— deepaksoni (@deepak99online) July 16, 2025
इजराइल ने सीरिया के रक्षा मंत्रालय और सेना मुख्यालय पर हमला कर दिया है. यह हमला ड्रोन और बम के जरिए किया गया है. इजराइल के इस हमले की वजह से राजधानी दमिश्क में धुएं का गुब्बार देखा जा रहा है. इजराइल ने हमले की… pic.twitter.com/mdqBClHJNo
ઇઝરાયલી મીડિયા રીપોર્ટ અનુસાર, IDF એ ડ્રુઝ પરના હુમલાનો બદલો લીધો છે. IDF સૈનિકોએ રાજધાની દમાસ્કસમાં સેનાના મુખ્યાલય અને સંરક્ષણ મંત્રાલય પર સીધો હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં બંને ઇમારતો નાશ પામી છે.
ADVERTISEMENT
Clashes escalate between HTS terrorists & Druze gunmen in Syria's Suwayda, which has invited the Zionist regime to bomb the province. Despite deep HTS hostility toward Iran, Tehran still strongly condemns Israeli aggression. This is what becomes of sovereignty when Damascus is… pic.twitter.com/yQMZgUoL5c
— Iran Screenshot (@iranscreenshot) July 16, 2025
યુદ્ધનું સ્થાન બદલાયું
ADVERTISEMENT
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇઝરાયલે જે રીતે ડ્રોન હુમલા કર્યા તેનાથી પ્રશ્નો ઉભા થયા છે કે શું હવે યુદ્ધનું સ્થાન બદલાયું છે. મંગળવારે (15 જુલાઈ) ઇઝરાયલ અને સીરિયા ડ્રુઝ મુદ્દા પર એક કરાર પર પહોંચ્યા હતા, પરંતુ 24 કલાકની અંદર ઇઝરાયલે હુમલો કર્યો છે.
⭕️The IDF struck the entrance of the Syrian regime's military headquarters in the area of Damascus in Syria.
— Israel Defense Forces (@IDF) July 16, 2025
The IDF continues to monitor developments and the regime's actions against Druze civilians in southern Syria. In accordance with directives from the political echelon,… pic.twitter.com/WSyBFrCiog
ADVERTISEMENT
સીરિયાના સેનાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી ડ્રોન દ્વારા દમાસ્કસના ઉમૈયાદ સ્ક્વેર નજીક હુમલો કરવામાં આવ્યો છે. હુમલાને કારણે સીરિયાને થયેલા નુકસાનનું હજુ સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો માર્યા ગયા છે.
દમાસ્કસ પર હુમલો થયો ત્યારે નેતન્યાહૂ કોર્ટમાં હતા
ADVERTISEMENT
ઇઝરાયલી મીડિયા અનુસાર, જ્યારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના સૈનિકો દમાસ્કસ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ તેલ અવીવની એક કોર્ટમાં હતા. નેતન્યાહૂ કતારગેટ કેસમાં સાબિતી આપવા માટે કોર્ટમાં આવ્યા હતા.
ADVERTISEMENT
રીપોર્ટસ અનુસાર, જ્યારે જજને સમાચાર મળ્યા કે દમાસ્કસ પર હુમલો થયો છે, ત્યારે તેમણે તાત્કાલિક કાર્યવાહી મુલતવી રાખી. ત્યારબાદ નેતન્યાહૂ બેઠક માટે વોર રૂમમાં આવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.