બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકા પછી ઈઝરાયલે ઈરાનના ફોર્ડોઅમેરિકા પછી ઈઝરાયલે ઈરાનના ફોર્ડો પરમાણુ ઠેકાણા પર કર્યો ઘાતક હુમલો પરમાણુ ઠેકાણા પર કર્યો ઘાતક હુમલો
Last Updated: 04:32 PM, 23 June 2025
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ સતત ભડકી રહ્યી છે અને હવે તે વધુ ખતરનાક દિશામાં આગળ વધી રહ્યું છે. બંને દેશો પાછળ હટવા તૈયાર નથી અને સતત એકબીજા પર ઘાતક હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેને પગલે હવે ઇઝરાયલ પણ આગળ વધ્યું છે અને ઈરાનના અનેક એરબેઝ અને એરપોર્ટને નિશાન બનાવ્યા છે.
ADVERTISEMENT
અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈઝરાયલે ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર પણ હુમલો કર્યો છે. ઈરાનની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કોમ પ્રાંતના ક્રાઇસીસ મેનેજમેન્ટ હેડક્વોટરે જણાવ્યું હતું કે ઈઝરાયલી સેનાએ ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર હુમલો કર્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાના હુમલામાં તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર, ઇઝરાયલી લડાકુ વિમાનોએ તેહરાનમાં ઉર્જા મંત્રાલયની ઇમારતને નિશાન બનાવી છે.
ADVERTISEMENT
ઇઝરાયલી આર્મી રેડિયોએ પુષ્ટિ કરી છે કે IDF એ એવિન જેલના પ્રવેશદ્વાર પર હુમલો કર્યો હતો, જે તેહરાનની કુખ્યાત જેલ છે જ્યાં ખામેની શાસનના વિરોધીઓને રાખવામાં આવે છે. ઇઝરાયલી હુમલાનો હેતુ રાજકીય કેદીઓને ભાગવામાં મદદ કરવાનો છે.

ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ નિરીક્ષક સંસ્થાનું કહેવું છે કે અમેરિકાના હુમલાથી ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળને વ્યાપક નુકસાન થયું છે. સીએનએનના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના વડાએ જણાવ્યું હતું કે ફોર્ડો પરમાણુ સ્થળ પર ભૂગર્ભમાં વ્યાપક નુકસાન થયું છે.
વધુ વાંચો : પાયલોટનો છેલ્લો મેસેજ આવ્યો સામે, કહ્યું એવું કે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વડાએ સોમવારે જણાવ્યું હતું કે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓએ આર્થિક અનિશ્ચિતતા ઊભી કરી છે, જેનાથી અમેરિકા સહિત મુખ્ય અર્થતંત્રોની સંભાવનાઓ પર ખતરો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.