બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સીઝફાયરના અંત પહેલા 24 કલાક નિર્ણાયક, ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફરી યુદ્ધની શક્યતા

તણાવ / સીઝફાયરના અંત પહેલા 24 કલાક નિર્ણાયક, ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફરી યુદ્ધની શક્યતા

Priyankka Triveddi

Last Updated: 08:03 AM, 21 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં સીઝફાયર પૂરું થવાને આડે છે ત્યારે એ પહેલા તણાવ ચરમસીમાએ છે. ટ્રમ્પ, નેતન્યાહૂ અને ઈરાનના નિવેદન વચ્ચે આગામી 24 કલાક ઘણા નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ બધા વચ્ચે એક આશંકા એવી પણ સેવાઇ રહી છે કે ફરીથી યુદ્ધ શ થઈ શકે છે.

Iran Israel Tension: મિડલ ઈસ્ટ ફરી એકવાર એવી જગ્યાએ આવીને ઊભું છે કે જ્યાંથી શાંતિ અને યુદ્ધ વચ્ચે માત્ર અમુક કલાકોની જ દૂરી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતો દેખાઈ રહ્યો છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાલમાં આવેલા નિવેદન પરથી એ આશંકા વધતી જાય છે કે આવનાર 24 કલાક ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. 2 અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર કાલે 22 એપ્રિલ બુધવારના સાંજે પૂરું થઈ જાશે. ભારતીય સામે મુજબ જોવા જઈએ તો ગુરુવારે વહેલી સવારે સીઝફાયર પૂરું થવાની ડેડલાઇન છે.

આગામી 24 કલાક નિર્ણાયક સમય

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર શિખરે પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ ઈરાન સાથેનો યુદ્ધવિરામ બુધવારે સાંજે સમાપ્ત થવાનો છે. જો તે પહેલાં કોઈ રાજદ્વારી સમજૂતી નહીં થાય તો આ યુદ્ધવિરામ આગળ વધવાની સંભાવના ખૂબ જ ઓછી ગણાઈ રહી છે. આ પરિસ્થિતિએ ફરીથી ભીષણ અથડામણ શરૂ થવાની શક્યતાઓને વેગ આપ્યો છે.

શા માટે મહત્વપૂર્ણ છે આગામી 24 કલાક?

હાલની પરિસ્થિતિમાં આગામી 24 કલાક અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતાં તણાવ ભર્યા નિવેદનો દર્શાવે છે કે કોઈપણ ક્ષણે પરિસ્થિતિ વણસી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટું સૈન્યનું પગલું ભરાય તેવી શક્યતા છે અથવા રાજદ્વારી સ્તરે તણાવ ઘટાડવા પ્રયાસ થઈ શકે છે. ઈઝરાયલની સેનાએ ચેતવણી આપી દીધી છે. તો બીજી તરફ ઈરાન તરફથી પણ જવાબી કાર્યવાહી માટે તૈયારીના સંકેતો મળી રહ્યા છે.

નેતન્યાહૂનો કડક સંદેશ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ સ્પષ્ટ જણાવ્યું છે કે ઈરાન સામે તેમનું અભિયાન હજુ પૂરું થયું નથી. તેમના જણાવ્યા અનુસાર “ઈરાનમાં અમારું કાર્ય અધૂરું છે,” જે સંકેત આપે છે કે ઈઝરાયલ વધુ કડક પગલાં લેવા માટે તૈયાર છે. આ નિવેદન માત્ર રાજકીય દબાણ જ નહીં પણ ભવિષ્યમાં મોટા લશ્કરી હુમલાની શક્યતા તરફ પણ ઈશારો કરે છે.

આ પણ વાંચો: એક મહિનામાં બે વાર મળશે પગાર, જાણો ક્યાં લેવાયો નિર્ણય

ટ્રમ્પની ધમકી અને ઈરાનનો પ્રતિસાદ

એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ચેતવણી આપી છે કે જો વાતચીત નિષ્ફળ જશે તો “ઘણા બોમ્બ ફૂટશે.” આ સાથે અમેરિકાએ ચીન તરફથી આવતા ઈરાની માલવાહક જહાજને જપ્ત કર્યાની ઘટનાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. બીજી તરફ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલીબાફ (Mohammad Bagher Ghalibaf) એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન કોઈ દબાણ હેઠળ સમજૂતી નહીં કરે અને યુદ્ધના મેદાનમાં નવા પગલાં લેવા માટે તૈયાર છે. આ તમામ ઘટનાઓને કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Middle East crisis Ceasefire Deadline Iran Israel Tension
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ