બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇન્ડોનેશિયામાં 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણીથી 3 દેશોમાં હાઈ એલર્ટ

ખતરો / ઇન્ડોનેશિયામાં 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણીથી 3 દેશોમાં હાઈ એલર્ટ

Priyankka Triveddi

Last Updated: 08:33 AM, 2 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડોનેશિયામાં વહેલી સવારે આવેલા પ્રચંડ ભૂકંપથી સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો છે. 7.4 ની તીવ્રતાના આ ભૂકંપ બાદ સુનામીની ચેતવણીને કારણે ત્રણ દેશોના દરિયાકાંઠા પર જોખમ ઊભું થયું છે.

Indonesia Earthquake: ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્ર વિસ્તારમાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાનું યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે. સ્થાનિક સમય મુજબ સવારે 6:48 વાગ્યે આવેલા આ ભૂકંપની ઊંડાઈ લગભગ 35 કિલોમીટર નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર મોલુક્કા સાગરમાં ટર્નેટ નામના નાના ટાપુ નજીક હોવાનું જાણવા મળ્યું છે. આ ભારે આંચકાઓ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

સુનામી સેન્ટરે આપી ચેતવણી

ભૂકંપ બાદ સૌથી મોટો ખતરો સુનામી લહેરોનો માનવામાં આવી રહ્યો છે. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ભૂકંપના કેન્દ્રથી 1000 કિલોમીટર સુધીના વિસ્તાર, ખાસ કરીને ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠે જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે. આ ચેતવણીને પગલે તટિય વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધારવામાં આવ્યા છે અને લોકોમાં ચિંતા વધી છે.

આ પણ વાંચો: 'સાથ નહીં આપો તો યુક્રેનને નહીં મળે શસ્ત્રો', સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા યુરોપિયન સાથીઓ પર ટ્રમ્પનું દબાણ

જીવ બચાવવા લોકો ભાગ્યા

ભૂકંપના જોરદાર આંચકાઓને કારણે ઉત્તર સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે આંચકા એટલા તીવ્ર હતા કે લોકો જીવ બચાવવા માટે તરત જ ખુલ્લી જગ્યાઓ તરફ ભાગ્યા. નજીકની એક શાળાના વિદ્યાર્થીઓ પણ ઝડપથી મેદાનમાં પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં હાલ પણ ભય અને અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

  • 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indonesia Earthquake Tsunami Warning ઇન્ડોનેશિયા ભૂકંપ
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ