બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'સાથ નહીં આપો તો યુક્રેનને નહીં મળે શસ્ત્રો', સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા યુરોપિયન સાથીઓ પર ટ્રમ્પનું દબાણ
Last Updated: 03:13 AM, 2 April 2026
ઈરાન વોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે સહમત ન હોય તેવા યુરોપિયન સાથીઓ પર દબાણ લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. જેમાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો યુરોપિયન દેશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે એલાયન્સમાં જોડાશે નહીં તો તેઓ યુક્રેનને શસ્ત્રોઆપવાનું બંધ કરી દેશે.
ADVERTISEMENT
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ ઈરાને આ દરિયાઈ માર્ગને બંધ કરી દીધો છે. જેમાં વિશ્વના ઓઈલનો પાંચમો ભાગ આ માર્ગમાંથી પસાર થાય છે. ગયા મહિને ટ્રમ્પે આ માર્ગ ફરીથી ખોલવામાં નાટો નૌકાદળની મદદની વિનંતી કરી હતી.

ADVERTISEMENT
પરંતુ યુરોપિયન દેશોએ ગઠબંધનમાં જોડાવાની ટ્રમ્પની ઓફરને નકારી કાઢી હતી જેમાં કહેવાયું હતું કે, "આ અમારું યુદ્ધ નથી." જેથી ટ્રમ્પે હવે એક નવું આક્રમણ શરૂ કર્યું છે. રીપોર્ટ મુજબ ટ્રમ્પે યુરોપિયન દેશોના ઇનકારનો જવાબ નાટોની શસ્ત્ર ખરીદી પહેલ, "પર્લ" બંધ કરવાની ધમકી આપીને આપ્યો છે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સહિત અનેક દેશોએ નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટના કહેવાથી 19 માર્ચે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે હતું કે, "રુટ જ જોઈન્ટ સ્ટેટમેન્ટ પર આગ્રહ રાખતા હતા કેમ કે ટ્રમ્પે પર્લ અને યુક્રેનમાંથી ખસી જવાની ધમકી આપી હતી."
એવામાં ટ્રમ્પ નારાજ છે કે કેમ કે,અમેરિકા નાટોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે સાથી દેશો અમેરિકાને તેના યુદ્ધમાં મદદ આપી રહ્યા નથી. તેમને કેબિનેટની બેઠકમાં જણાવ્યું કે, "અમે નાટોનું રક્ષણ કરવા માટે તેમને રશિયાથી બચાવવા માટે છીએ. પરંતુ તેઓ અમારું રક્ષણ કરવા માટે નથી. આ વિચિત્ર બાબત છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ બુધવારે સાંજે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે) તેમના સંબોધનમાં નાટોમાંથી ખસી જવા પર વિચાર પણ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.