બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:02 PM, 1 April 2026
મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાને તાજેતરમાં ચેતવણી આપી હતી કે અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. FT રિપોર્ટ અનુસાર ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે.
ADVERTISEMENT
આ ડેટા સેન્ટરને સીધું નિશાન બનાવવામાં આવ્યું ન હતું, પરંતુ નજીકના ડ્રોન હુમલાથી તેની કામગીરી પ્રભાવિત થઈ હતી. બહેરીન દ્વારા પોસ્ટ એક્સ પર શેર કરવામાં આવી હતી, જોકે અહીં એમેઝોનનો ઉલ્લેખ નથી.
Civil Defence is extinguishing a fire in a facility of a company as a result of the Iranian aggression. Relevant authorities are taking their measures at the site.
— Ministry of Interior (@moi_bahrain) April 1, 2026
ADVERTISEMENT
ઈરાને કહ્યું છે કે તે મેટા, ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓના ડેટાબેઝ પર હુમલો કરશે. કુલ 18 અમેરિકન ટેક કંપનીઓને નિશાન પર રાખવામાં આવી છે. લોકો માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એમેઝોન વિશે સતત પોસ્ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કરવામાં આવે તો માત્ર એમેઝોન જ નહીં પરંતુ વિશ્વભરની ઘણી અન્ય વેબ સેવાઓ ખોરવાઈ શકે છે.
ડેટા સેન્ટર પર હુમલો કેમ ખતરનાક ?
ADVERTISEMENT
હકીકતમાં કોઈ પણ ડેટા સેન્ટર ફક્ત એક જ કંપની માટે વિશિષ્ટ નથી. ડેટા સેન્ટરોમાં વિશ્વભરના લાખો વપરાશકર્તાઓનો ડેટા છે. આ ડેટા વિવિધ કંપનીઓનો પણ છે. એમેઝોન વેબ સર્વિસીસ અથવા AWS, ને અસર થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. AWS વિશ્વની સૌથી મોટી ક્લાઉડ કંપનીઓમાંની એક છે.
ભારત સહિત મોટાભાગના દેશો AWS સેવાઓનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થાય છે, તો શક્ય છે કે અન્ય દેશોમાં પણ સેવાઓ ખોરવાઈ શકે. જો કે આની શક્યતા ઓછી છે કારણ કે દરેક ક્ષેત્ર માટે ડેટા સેન્ટર અલગ અલગ સ્થળોએ સ્થિત છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકા અને બ્રિટન વચ્ચેની દોસ્તીમાં તિરાડ! ટ્રમ્પે નાટોને ગણાવ્યું 'કાગળનો સિંહ', બ્રિટને દેખાડ્યો ઠેંગો
ADVERTISEMENT
બહેરીનના જે એમોઝોન ડેટા સેંટર પર હૂમલાની ખબર આવી રહી છે, જો કે હાલમાં તે સ્પષ્ટ નથી કે બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટરમાંથી કેટલી સેવાઓ ચાલી રહી હતી. જો કે એ સ્પષ્ટ છે કે AWS સૌથી વધુ પ્રભાવિત થશે. ઈરાને કહ્યું છે કે તે હવે અમેરિકન કંપનીઓ ખાસ કરીને મધ્ય પૂર્વમાં ડેટા, ક્લાઉડ અથવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.