બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:17 PM, 21 June 2025
હાલના ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ હેકર્સનો શિકાર બની શકે છે. હવે તાજેતરમાં જ એક વાત જાણવા મળી છે કે શેયરિંગ પ્લેટફોર્મ ZoomCar પર સાઇબર અટેક થયો છે અને આ વાતની પુષ્ટિ કંપનીએ પોતે કરી છે. ZoomCarએ USA સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ કમિશનને આ વાતની માહિતી આપી છે કે હેકર્સે કંપનીના ઇન્ફોર્મેશન સિસ્ટમને એક્સેસ કરીને પર્સનલ ડેટા ચોરી કરી લીધો છે.
ADVERTISEMENT

કઈ-કઈ ડિટેલ્સ ચોરી થઈ શકે છે?
ADVERTISEMENT
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાયબર એટેકમાં ઓછામાં ઓછા 84 લાખ લોકોનો ડેટા ચોરાઈ ગયો છે. કંપનીએ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓને એક ઈમેલ મળ્યો હતો જેમાં હેકરે ડેટા એક્સેસ કરવાનો દાવો કર્યો હતો. ડેટા બ્રીચમાં ચોરાયેલા વ્યક્તિગત ડેટામાં લોકોના નામ, ફોન નંબર અને કાર રજીસ્ટ્રેશન નંબરનો સમાવેશ થાય છે. પરંતુ કંપનીએ દાવો કર્યો છે કે પાસવર્ડ અને નાણાકીય માહિતી જેવી સંવેદનશીલ માહિતી લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી.
ZoomCar એ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ડેટા બ્રીચની જાણ થયા પછી તરત જ ઘટના ઇંસિડેન્ટ રિસ્પોન્સ પ્લાનને એક્ટીવેત કરવામાં આવ્યો. ડેટા ભંગ પછી, કંપનીએ હવે ઇન્ટરનલ નેટવર્ક અને ક્લાઉડની સિક્યોરીટી પહેલા કરતા પણ વધુ મજબૂત બનાવી છે, અને સિસ્ટમનું નિરીક્ષણ પણ વધાર્યું છે.
ADVERTISEMENT

કંપની આ બાબતની તપાસ કરવા માટે થર્ડ પાર્ટી સાયબર સિક્યોરીટી એક્સપર્ટસનો પણ સંપર્ક કરી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપનીએ અસરગ્રસ્ત યુઝર્સ આ અંગે જાણ કરી છે કે નહીં. ZoomCar એ એમ પણ કહ્યું કે ડેટા ઉલ્લંઘનથી કંપનીના ઓપરેશન પર કોઈ અસર પડી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મહિલાઓ પરનું ટ્વિટ જોરદાર વાયરલ, સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા
શું છે ZoomCar?
ADVERTISEMENT
ZoomCar 2013 માં લોન્ચ કરવામાં આવી હતી, આ પ્લેટફોર્મ દ્વારા લોકો મંથલી, વિકલી, ડેલી અને કલાક અનુસાર કાર ભાડે લઈ શકે છે. 2023 માં, કંપની ઇનોવેટિવ ઇન્ટરનેશનલ એક્વિઝિશન કોર્પ નામની અમેરિકન બ્લેન્ક-ચેક ફર્મ સાથે મર્જ થઈ ગઈ અને ડેલવેરમાં રજિસ્ટર્ડ યુએસ લિસ્ટેડ પબ્લિક કંપની બની. આ જ કારણ છે કે ZoomCar એ SEC નાણાકીય રિપોર્ટિંગ ધોરણોનું પાલન કરીને ડેટા ભંગની માહિતીની જાણ કરવી પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.