ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મહિલાઓ પરનું ટ્વિટ જોરદાર વાયરલ, સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા
Last Updated: 03:07 PM, 21 June 2025
ADVERTISEMENT
હાલમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બન્ને એકબીજા પર રોકેટ, મિસાઈલ અને અસ્ત્રોથી મારો ચલાવી રહ્યાં છે. ઈઝરાયલ-ઈરાન વોરમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈનું મહિલાઓ પરનું ટ્વિટ વાયરલ થયું છે. તેમણે એક ટ્વિટમાં એવું લખ્યું કે પુરુષની જવાબદારી છે કે તે સ્ત્રીની જરૂરિયાતો અને લાગણીઓને સમજે અને તેમણે તેની ભાવનાત્મક સ્થિતિ પ્રત્યે બેદરકારી ન દાખવવી જોઈએ.
ADVERTISEMENT
A lot of people mock Khamenei until they realise he’s been giving the exact advice broken societies are now desperate to rediscover. pic.twitter.com/ssaBDEUDhv
— ADAM (@AdameMedia) June 20, 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ
ADVERTISEMENT
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. બંને બાજુથી એકબીજા પર હવાઈ હુમલા થઈ રહ્યા છે. એક તરફ જ્યાં ઈઝરાયલી મિસાઈલો ઈરાનના પરમાણુ મથકો અને ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવી રહી છે, ત્યાં બીજી તરફ ઈરાને શુક્રવારે રાત્રે મિસાઈલો છોડી હતી. હવે ઈઝરાયલે ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ નવમા દિવસમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે ઈઝરાયલી લશ્કરી વડા ઈયાલ ઝમીરે શુક્રવારે નાગરિકોને "લાંબી ઝુંબેશ" માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે, જ્યારે રાજદ્વારી પ્રયાસો બંને બાજુ દુશ્મનાવટનો અંત લાવવાના કોઈ સંકેત દેખાતા નથી.
ADVERTISEMENT
નેતન્યાહુએ ઈરાન પર કટાક્ષ કર્યો
નેતન્યાહુએ ઈરાન પર કટાક્ષ કર્યો અને કહ્યું, તેલ માટે બીજાઓની છત પર આગ લગાડો, અને જ્યારે ધુમાડો તમારી આંખોમાં જાય છે - ત્યારે અચાનક તમને "બળતી આંખો" સિન્ડ્રોમ થાય છે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ