બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:50 PM, 3 October 2025
કેનેડાના ઓકવિલેમાં એક થિયેટર પર બે વાર એટેક થયો. થિયેટરમાં પહેલા હુમલામાં આગ લગાવવામાં આવી. આ પછી બીજી વાર ગોળીબાર થયો. થિયેટર પર આ હુમલો ત્યારે થયો જયારે ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું હતું. આ હુમલા બાદ, શંકાની સોય હવે ખાલિસ્તાની આતંકવાદીઓ પર છે. કેનેડાના ઓકવિલેમાં આવેલું Film.Ca Cinemas થિયેટર પર આ હિંસક હુમલાઓ કરવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર આ હુમલાના વીડિયો પણ સામે આવ્યા છે. ભારતીય ફિલ્મોના સ્ક્રીનિંગ દરમિયાન થયેલા આ હુમલા પછી, એક મોટો સુરક્ષા નિર્ણય લેવામાં આવ્યો, જેના પરિણામે ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
🚨 Canada theatre screening Indian movie SET ON FIRE
— Dharmjeet kumar (@dharmjeetreal) October 3, 2025
Arsonists were captured on CCTV footage
Who's Behind him?pic.twitter.com/yvDvqiOEtS
ADVERTISEMENT
થિયેટર પર પહેલો હુમલો 25 સપ્ટેમ્બરના રોજ થયો હતો. સવારે લગભગ 5:20 વાગ્યે, બે શંકાસ્પદોએ થિયેટરના દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો. હુમલાખોરોએ બહારથી જ આગ લગાવી. આનાથી ઇમારતને થોડું નુકસાન થયું, પરંતુ આગ અંદર સુધી ન ફેલાઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બંને શંકાસ્પદોએ કાળા કપડાં અને માસ્ક પહેર્યા હતા. આ હુમલાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ઘટનાસ્થળે એક ગ્રે એસયુવી અને એક સફેદ એસયુવી આવતી અને જતી દેખાઈ રહી છે, જેમાં હુમલાખોર આવ્યા હતા. આ પછી બીજો હુમલો 2 ઓક્ટોબરના રોજ થયો. રાતે લગભગ 1:50 વાગ્યે, એક શંકાસ્પદે થિયેટરના એન્ટ્રન્સ પર ગોળીબાર કર્યો. પોલીસે જણાવ્યું હુમલાખોર ભારે શરીરવાળો હતો, તેને કાળા કપડાં અને માસ્ક પહેર્યા હતા. બંને હુમલાઓ ટાર્ગેટેડ હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
થિયેટરના સીઈઓ, જેફ નોલે જણાવ્યું કે કોઈએ માત્ર એટલા માટે થિયેટરને સળગાવવાનો પ્રયાસ કર્યો કારણ કે અમે સાઉથ એશિયન ફિલ્મો બતાવી રહ્યા હતા. જો કે, અમે ઇચ્છીએ છીએ કે અમારો સમુદાય સુરક્ષિત અનુભવે અને અમે દર્શકોને ફિલ્મ જોવાના અનુભવો આપવાનું ચાલુ રાખીશું. જો કે, પરિસ્થિતિને જોતાં, થિયેટરે સાવચેતી રૂપે બે ભારતીય ફિલ્મોની સ્ક્રીનિંગ અટકાવી દીધી છે. થિયેટરનું કહેવું છે કે અમે હાર માનવા માંગતા નથી, પરંતુ અમારા સ્ટાફ અને દર્શકોની સલામતી અમારી પહેલી પ્રાથમિકતા છે. હેલ્ટન પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ADVERTISEMENT
સિનેમા હોલમાં આગચંપી અને ગોળીબારની ઘટનાઓ વચ્ચે, શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)એ જાહેરાત કરી છે કે કેનેડામાં તમામ 'મેડ ઇન ઇન્ડિયા' ફિલ્મો અને પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવે. SFJના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુએ જણાવ્યું કે હવે મેડ ઇન ઇન્ડિયા ફક્ત એક સાંસ્કૃતિક ઓળખ નથી રહ્યું, પરંતુ ભારતની સરકારનું રાજકીય હથિયાર બની ગયું છે, જેનો હેતુ હિન્દુત્વ નફરત ફેલાવવાનો છે. તેમના મતે, દરેક ભારતીય ફિલ્મ અને દરેક મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ હિંસક વિચારધારાની છાપ છે જે ભારતને હિન્દુત્વ સરમુખત્યારશાહી તરફ દોરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકા બાદ હવે ફ્રાન્સમાં શટડાઉન! એકસાથે 200 શહેરોમાં સ્ટ્રાઇક, એફિલ ટાવર પણ બંધ
SFJએ વડાપ્રધાન કાર્ને, કેનેડિયન નીતિ નિર્માતાઓ, વ્યવસાયો અને સાંસ્કૃતિક સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ નક્કર પગલાં લે અને મેડ ઇન ઇન્ડિયા ફિલ્મો-પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવે. સંગઠને ભાર આપીને કહ્યું કે આ મામલો ન તો વેપારનો છે કે ન તો સિનેમાનો છે, પરંતુ કેનેડાની લોકતાંત્રિક ભાવનાને ભારતની સરમુખત્યારશાહીના ઝેરી ફેલાવાથી બચાવવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.