બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્ર્મ્પે દુનિયાના 25 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, જાણો કયા દેશ પર કેટલો ટેક્સ

ટેરીફ વોર / ડોનાલ્ડ ટ્ર્મ્પે દુનિયાના 25 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, જાણો કયા દેશ પર કેટલો ટેક્સ

Published By: Chintan Chavda

Last Updated: 05:02 PM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Trump Trade War: યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટેરિફ જાહેરાતમાં મેક્સિકો-યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. દરમિયાન, ભારતનું નામ હજુ પણ લિસ્ટમાંથી ગાયબ છે અને ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ એક પછી એક દેશ પર સતત ફૂટી રહ્યો છે. જ્યારે તેની શરૂઆત જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 દેશોને મોકલવામાં આવેલા ટેરિફ પત્રોથી થઈ હતી, ત્યારબાદ સાત, બે કે ત્રણ દેશો પર ટેરિફ જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ છે. યુએસ રાષ્ટ્રપતિએ અત્યાર સુધીમાં બ્રાઝિલ પર 50 ટકાનો સૌથી વધુ ટેરિફ લાદ્યો છે, અને તાજેતરમાં તેમણે મેક્સિકો અને યુરોપિયન યુનિયન પર 30 ટકા ટેરિફની પણ જાહેરાત કરી છે. દરમિયાન, ભારતનું નામ હજુ પણ લિસ્ટમાંથી ગાયબ છે અને ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.

trump-normal

શું ટ્રમ્પ ટેરિફ ફરીથી ટ્રેડ વોરને વધારી શકે છે?

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટેરિફ જાહેરાતમાં મેક્સિકો-યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. ગત અઠવાડિયે શનિવારે, યુએસએ બંને પર 30 ટકા ટેરિફની જાહેરાત કરી હતી અને આ આગામી મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ખાસ વાત એ છે કે 27 સભ્યોનું EU પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર વાતચીત કરી રહ્યું છે અને તેની જાહેરાત પહેલા જ ટેરિફ બોમ્બ ફૂટવાને કારણે ટ્રેડ વોરનો ભય વધુ ઘેરો બન્યો છે.

યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ અમેરિકાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે EU નિકાસ પર 30% ટેરિફ એટલાન્ટિકની બંને બાજુના વ્યવસાયો, ગ્રાહકો અને દર્દીઓ માટે ફટકો પડશે.

અત્યાર સુધી 25% થી 50% સુધીના ટેરીફ

અત્યાર સુધીમાં, અમેરિકાએ લગભગ 25 દેશો માટે નવા ટેરિફની જાહેરાત કરી છે અને ટ્રમ્પ ટેરિફ લેટર પણ તેમને મોકલવામાં આવ્યા છે. આ લેટરમાં તેમના પર લાગવાવમાં આવેલા ટેરિફ તેમજ તેની પાછળના કારણોનો ઉલ્લેખ છે. જો આપણે બધા દેશો પર લગાવવામાં આવેલા ટેરિફ દરો પર એક નજર કરીએ, તો ટ્રમ્પે સૌથી મોટો ફટકો બ્રાઝિલને આપ્યો છે.

app promo5

યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝીલ 50%, મ્યાનમાર 40%, લાઓસ 40%, કમ્બોડિયા 36%, થઈલેન્ડ 36%, બાંગ્લાદેશ 35%, સર્બિયા 35%, કેનેડા 35%, ઇન્ડોનેશિયા 32%, મેકિસ્કો, યુરોપીયન ન્યુનીયન, દક્ષિણ આફ્રિકા, બોસ્નિયા, હર્જેગોવિના, શ્રીલંકા, અલ્જીરીયા, ઈરાક અને લીબિયા પર ૩૦% ટેરીફ લાગવ્યો છે. ત્યારે જાપાન, કઝાકિસ્તાન, મલેશિયા, સાઉથ કોરિયા, ટ્યુનીશીયા, ફિલીપીન્સ, બ્રુનેઇ અને મેલ્ડોવા પર ટ્રમ્પે 25% ટેરીફ લગાવ્યો છે.

વધુ વાંચો: હિમાચલમાં સાયકલ પર પહાડો ખુંદતો શાળાએ જતો જય અમેરિકાનો સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયો

ભારત પર 20%થી નીચે લગાવી શકે છે ટેરીફ

એક બાજુ જ્યાં ટ્રમ્પે તમામ દેશો પર ટેરીફ લિસ્ટ શેર કરી છે ત્યારે અત્યાર સુધી ભારતનું નામ આ લિસ્ટમાં ક્યાય સામેલ નથી. હકીકતમાં આની પાછળનું કારણ અમેરિકા-ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ હજુ સુધી ફાઈનલ નથી થઈ શકી. ગત દિવસોમાં કેનેડા પર 35% ટેરીફની જાહેરાત કરતા ટ્રમ્પે ભારત તરફ જે ઈશારો કર્યો હતો, તેના અનુસાર, US Tariff On India 20% ની નીચે લગાવી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે એવું જરૂરી નથી કે દરેક દેશને લેટર મોકલવામાં આવે, જે વ્યાપારિક ભાગીદાર છે, તેમના પર 15 થી 20% સુધી જ રહેશે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Tariff War Donald Trump World News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ