બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:43 PM, 13 July 2025
Sheikh Hasina daughter: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પુત્રી સાયમા વાજિદને નોકરીમાંથી બરતરફ કરી દીધી છે. સાયમા WHO ના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક તરીકે કાર્યરત હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારની ફરિયાદ બાદ શેખ હસીનાની પુત્રી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

અહેવાલ મુજબ, WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે કર્મચારીઓને એક ઇમેઇલ મોકલીને જાણ કરી કે વાજિદ 11 જુલાઈથી રજા પર રહેશે. ઇમેઇલમાં કહેવામાં આવ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠનના સહાયક મહાનિર્દેશક ડૉ. કૈથરીના બોહેમે, સંયુક્ત રાષ્ટ્ર આરોગ્ય એજન્સીના દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલય (SEARO) માં સાયમાનું સ્થાન લેશે.
ADVERTISEMENT
સાયમા વાજિદ સામે આરોપો
આ વર્ષની શરૂઆતમાં, બાંગ્લાદેશ ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) એ વાજિદ સામે તેમની શૈક્ષણિક લાયકાત અંગે કેસ દાખલ કર્યો હતો. ACC એ સાયમા પર વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રાદેશિક વડાનું પદ મેળવવા માટે તેમની માતાના પ્રભાવનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. અહેવાલ મુજબ, તેમણે ખોટો દાવો કર્યો કે તેઓ બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીમાં માનદ પદ પર છે, જેનો યુનિવર્સિટીએ ઇનકાર કર્યો છે. એવો પણ આરોપ છે કે જ્યારે તેમની માતા બાંગ્લાદેશમાં સત્તામાં પર હતા, ત્યારે વાજિદ વ્યાપક ભ્રષ્ટાચારમાં સામેલ હતી.
ADVERTISEMENT

ACC એ દાવો કર્યો કે તેણીએ પોતાના પ્રભાવ અને સંબંધોનો લાભ લઈને ઘણી બેંકોમાંથી લગભગ $2.8 મિલિયન ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા અને આ નાણાં સુચોના ફાઉન્ડેશન દ્વારા ટ્રાન્સફર કરાવ્યા, જેમાં તેઓ એક સમયે પ્રમુખ હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO : રમકડાંની જેમ ગાડીઓ તણાઈ, રસ્તા બન્યા નદી, ભયાનક પૂરથી તારાજી
ખાસ ટ્રિબ્યુનલે હસીના સામેના આરોપો સ્વીકાર્યા
ADVERTISEMENT
બાંગ્લાદેશના ખાસ ટ્રિબ્યુનલે ગુરુવારે શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો સ્વીકાર્યા. આ આરોપો ગયા વર્ષે થયેલા સામૂહિક બળવાના સંદર્ભમાં લગાવવામાં આવ્યા હતા, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આના પર પ્રતિક્રિયા આપતા, હસીનાના અવામી લીગ પક્ષે સુનાવણી પ્રક્રિયાની નિંદા કરી અને કહ્યું કે ટ્રિબ્યુનલ એક કાંગારૂ કોર્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.