બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 PM, 16 December 2025
ઓસ્ટ્રેલિયામાં રવિવારે બોન્ડી બીચ પર યહૂદી સમુદાયને નિશાન બનાવીને બે આતંકીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ સિડનીના બોન્ડી બીચ પર કરવામાં આવેલા સામૂહિક ગોળીબારની તપાસ દરમિયાન એક નવો ખુલાસો થયો છે, જેનાથી ખડભળાટ મચી ગયો છે. ફિલિપિન્સ સરકારે દાવો કર્યો છે કે આ હુમલાના આરોપી પિતા-પુત્રએ હુમલાના કેટલાક અઠવાડિયા પહેલા જ ભારતીય પાસપોર્ટ પર ફિલિપિન્સની યાત્રા કરી હતી. આ ખુલાસા પછી હવે ઓસ્ટ્રેલિયાની તપાસ એજન્સી વધારે ચિંતામાં મૂકાઈ ગઈ છે.
ADVERTISEMENT
સ્થાનિક અખબારના એક અહેવાલ પ્રમાણે, હુમલાનો આરોપી 24 વર્ષીય નવીદ અકરમ અને તેના 50 વર્ષીય પિતા સાજિદ અકરમ તાજેતરમાં જ ફિલિપિન્સ ગયા હતા. આ માહિતી સામે આવ્યા પછી ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું તેઓ માત્ર ફરવા માટે ત્યાં ગયા હતા કે આની પાછળ કોઈ સંદિગ્ધ નેટવર્કનો સંપર્ક કરવાનો હેતુ હતો. બંને ફિલિપિન્સમાં ક્યાં રોકાયા હતા, ક્યાં-ક્યાં ગયા હતા, કયા લોકોને મળ્યા હતા સહિતની તેમની ગતિવિધિઓ વિશે પણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.
આતંકી હુમલા સાથે જોડાયેલા મામલે નવીદ અને સાજિદ અકરમની ફિલિપિન્સ યાત્રાને મહત્ત્વની કડી તરીકે જોવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ તેમના ડિજિટલ ગતિવિધિઓ, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ ડેટા અને ઇન્ટરનેશનલ કોન્ટેક્ટસની ઊંડાણપૂર્વક ફોરેન્સિક તપાસ કરી રહી છે. આ ગોળીબારની સમગ્ર ઘટનામાં આંતરરાષ્ટ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીની મદદ પણ લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ગોળીબારને આતંકી હુમલો બનાવતી વધુ એક હકીકત એ છે કે બોન્ડી બીચ પર હુમલાના આરોપીઓની કારમાંથી ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલો એક ઝંડો અને કેટલીક વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. એ જ કારણ છે કે હવે તપાસમાં એ બાબત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે કે શું આ હુમલાનો સંબંધ ઇસ્લામિક સ્ટેટ ઇસ્ટ એશિયા (ISEA) જેવા કોઈ આતંકી સંગઠન સાથે તો નથી ને. જો કે ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે આ આરોપીઓના કોઈ સીધા સંબંધ હોવાની કોઈ પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો: બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડું આવતા Statue of Liberty ધડામ! કેમેરામાં કેદ Live દ્રશ્યો
ADVERTISEMENT
આધિકારિક દસ્તાવેજોમાં એવું માનવામાં આવ્યું છે કે અગાઉ પણ કેટલાક ઓસ્ટ્રેલિયન નાગરિકો સાઉથ-ઇસ્ટ એશિયામાં સક્રિય કટ્ટરપંથી સમૂહો સાથે સંપર્કમાં રહ્યા છે. જ્યારે ફિલિપિન્સ લાંબા સમયથી કટ્ટરવાદી ગતિવિધિઓ માટે સંવેદનશીપ પ્રદેશ માનવામાં આવી રહ્યો છે, જ્યાં અબૂ સય્યાફ જેવા આતંકી સંગઠનો અને ISISથી પ્રેરિત સંગઠનો સક્રિય રહ્યા છે.
જણાવી દઈએ કે સિડનીમાં ફિલિપિન્સ મૂળના કુલ 86 હજાર લોકો રહે છે, જે ત્યાંનાં સૌથી મોટા પ્રવાસી સમુદાયમાંથી એક છે. એવામાં આ તપાસ ઓસ્ટ્રેલિયા અને સમગ્ર ક્ષેત્રની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.