બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડું આવતા Statue of Liberty ધડામ! કેમેરામાં કેદ Live દ્રશ્યો

VIDEO / બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડું આવતા Statue of Liberty ધડામ! કેમેરામાં કેદ Live દ્રશ્યો

Vidhata Gothi

Last Updated: 12:11 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statue of Liberty: સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે હવાને કારણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ધરાશાયી થતું દેખાય છે.

Statue of Liberty Viral Video: બ્રાઝિલમાં આવેલા એક જબરદસ્ત વાવાઝોડાને કારણે એવી ઘટના ઘટી કે જેને જોઈને લોકો જોતાં જ રહી ગયા. અહીં હવાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ભારે પવનને કારણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ. આ ઘટના રિયો ગ્રાન્ડે દો સુલ મેટ્રોપોલિટન પ્રદેશમાં, પોર્ટો એલેગ્રે નજીક, ગુઆઇબા શહેરમાં બની છે. જો કે આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કોઈ અહેવાલ નથી.

આ ઘટના સોમવારે 15 ડિસેમ્બરે બની અને ભારે પવનના કારણે અહીં એક રિટેલ સ્ટોરના પાર્કિંગમાં આવેલી આ લગભગ 24 મીટર ઊંચી આ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાનો લોકોએ વીડિયો બનાવી લીધો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મૂર્તિ ઝૂકી જાય છે અને પછી જમીન પર પડી જાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની આ પ્રતિકૃતિ એક ખાલી પાર્કિંગ પ્લેસમાં ધીમે-ધીમે આગળની તરફ ઝૂકે છે અને પછી જમીન પર પડી જાય છે, જ્યારે કે બાજુના રસ્તા પર વાહનો ચાલતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ભારે પવનનો કહેર દેખાઈ રહ્યો છે, જેમાં કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો આ મૂર્તિથી દૂર લઈ જતાં દેખાઈ રહ્યા છે.

vtv app promotion

બ્રાઝિલની નાગરિક સુરક્ષા પ્રમાણે, મેટ્રોપોલિટન ક્ષેત્રમાં ગંભીર હવામાંની ચેતવણી જારી કરવામાં આવી હતી અને અહીં 90 કિમી/કલાકથી વધારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. દિવસની શરૂઆતમાં નાગરિક સુરક્ષા એજન્સીએ ભારે પવનોને કારણે રેડ એલર્ટ જારી કર્યું હતું. સાથે જ રહેવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ઘરમાં જ રહે, ઇલેક્ટ્રિક ડિવાઇસ બંધ કરી દે અને સુરક્ષા ઉપાયો તરીકે દરવાજા અને બારીઓ બંધ કરી દે. અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેચ્યૂ ધરાશાયી થવાના કારણો જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટેના પગલાં લેવા માટે એક ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતે જોર્ડન સાથે કર્યા 5 કરાર, આજે ઇથોપિયા જવા રવાના થશે પીએમ મોદી

હજુ સુધી કોઈ જાનહાનિ નથી

માહિતી પ્રમાણે, આ મૂર્તિ હાવન રિટેલ ચેનની હતી. કંપનીએ જણાવ્યું કે ઘટના સમયે લગભગ વિસ્તાર ખાલી હતો, જેનાથી લોકોને કોઈ પ્રકારની હાનિ થવાથી બચી ગઈ. આ સ્ટેચ્યૂ 2020માં લગાવવામાં આવ્યું હતું અને એન્જિનિયરોએ પ્રમાણિત કરી છે. આ સ્ટેચ્યૂને 11 મીટરના કોંક્રિટ બેઝ પર બનાવવામાં આવી હતી. સ્ટેચ્યૂ ધરાશાયી થયા પછી પણ આ બેઝને કોઈ નુકસાન થયું નથી.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Statue of Liberty Viral Video Brazil Statue of Liberty Statue of Liberty Fall
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ