બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:56 AM, 14 April 2026
Nepal PM India Visit : આપણાં પાડોશી દેશ નેપાળથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહએ ભારતની સત્તાવાર મુલાકાત માટે નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના પરંપરાગત મિત્રતાભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે.
ADVERTISEMENT
નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલએ આ માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે, બંને દેશોના વિદેશ મંત્રાલયોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન તરીકે બાલેન શાહનો આ પહેલો મોટો આંતરરાષ્ટ્રીય પ્રવાસ માનવામાં આવી રહ્યો છે, જે તેમના કાર્યકાળ માટે મહત્વપૂર્ણ દિશા નક્કી કરી શકે છે.
આ દરમિયાન નેપાળની રાજધાની કાઠમંડુમાં નવી સરકારે વ્યાપક સુધારાઓનો આરંભ કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા 100 મુદ્દાના એજન્ડામાં વહીવટી સુધારાઓથી લઈને સામાજિક સુવિધાઓ સુધીના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને વીઆઈપી સંસ્કૃતિને દૂર કરવી, સરકારી કામકાજમાં ઝડપ લાવવી અને ગરીબ વર્ગને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT

મહિલાઓ માટે સુરક્ષિત જાહેર પરિવહન અને બાળકો માટે તણાવમુક્ત શિક્ષણ જેવી પહેલો પણ સરકારના મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. આ સાથે શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લઈને શાળાઓ અને કોલેજોમાં રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓને રાજકારણથી દૂર રાખીને વિદ્યાર્થીઓને વધુ સકારાત્મક વાતાવરણ આપવામાં આવશે. નવી નીતિ અનુસાર, આગામી 90 દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકીય હસ્તક્ષેપ ઘટાડીને બિન-રાજકીય વિદ્યાર્થી પરિષદોની રચના કરવામાં આવશે. આ નિર્ણય દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું સરકારનું કહેવું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : માનો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઇ ગયો, તો શું અન્ય રસ્તો ક્યારેય નહીં બને?
આ સાથે જ, વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે મંત્રાલયોની સંખ્યા ઘટાડવા અને સરકારી સંસ્થાઓમાં રાજકીય પ્રભાવ ઓછો કરવા જેવા મહત્વપૂર્ણ પગલાં પર પણ વિચારણા ચાલી રહી છે. આ તમામ પ્રયાસો નેપાળમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા તરફ એક મજબૂત પગલું માનવામાં આવે છે. આ સંજોગોમાં ભારતની મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને નવી દિશા આપી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.