બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / માનો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઇ ગયો, તો શું અન્ય રસ્તો ક્યારેય નહીં બને?

વિશ્વ / માનો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઇ ગયો, તો શું અન્ય રસ્તો ક્યારેય નહીં બને?

Priykant Shrimali

Last Updated: 09:26 AM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Strait of Hormuz : હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ એટલું છે કે, વિશ્વના લગભગ એક તૃતીયાંશ ક્રૂડ ઓઇલનું પરિવહન આ સાંકડા માર્ગ દ્વારા થાય છે. જો આ માર્ગ અવરોધિત થાય તો વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાઈ શકે

Strait of Hormuz : વૈશ્વિક ઊર્જા વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ આજે ગંભીર ભૂરાજકીય સંકટના કેન્દ્રમાં છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દરિયાઈ નાકાબંધી અંગે આપવામાં આવેલા સંકેતો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે. આ પગલું માત્ર એક સમુદ્રી માર્ગને નિયંત્રિત કરવાની વાત નથી, પરંતુ વિશ્વના મોટા ભાગના તેલ પુરવઠાને અસર પહોંચાડી શકે તેવું જોખમ છે. હવે આવી સ્થિતિમાં તમને સવાલ થશે કે, જો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઇ ગયો, તો શું અન્ય રસ્તો ક્યારેય નહીં બને? તો આપણે જાણીશું આપણે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિકલ્પ વિશે.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ એટલું છે કે, વિશ્વના લગભગ એક તૃતીયાંશ ક્રૂડ ઓઇલનું પરિવહન આ સાંકડા માર્ગ દ્વારા થાય છે. જો આ માર્ગ અવરોધિત થાય તો વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાઈ શકે છે, જેના કારણે ભાવોમાં ભારે વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ભારત અને ચીન જેવા મોટા આયાતકાર દેશો માટે આ પરિસ્થિતિ આર્થિક પડકાર ઊભો કરી શકે છે.

જો હોર્મુઝ બંધ થાય તો કયા વિકલ્પો છે?

આવી પરિસ્થિતિમાં વિકલ્પો વિશે વિચારવું સ્વાભાવિક છે. સંયુક્ત આરબ અમીરાત પાસે અબુ ધાબીથી ફુજૈરાહ બંદર સુધી જતી પાઇપલાઇન છે, જે હોર્મુઝને બાયપાસ કરે છે. પરંતુ તેની ક્ષમતા મર્યાદિત છે અને તે વૈશ્વિક માંગને પૂરી કરી શકતી નથી. બીજી તરફ સાઉદી અરેબિયા પાસે પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન (પેટ્રોલાઇન) છે, જે પર્સિયન ગલ્ફને લાલ સમુદ્ર સાથે જોડે છે અને યાન્બુ બંદર સુધી તેલ પહોંચાડે છે. આ માર્ગ તકનીકી રીતે મજબૂત વિકલ્પ છે, પરંતુ લાલ સમુદ્ર વિસ્તારમાં વધતા સુરક્ષા જોખમો તેને સંપૂર્ણપણે વિશ્વસનીય બનાવતા નથી.

જો જહાજો આ માર્ગોથી પણ પસાર ન થઈ શકે, તો તેઓને કેપ ઓફ ગુડ હોપ મારફતે લાંબા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. આ વિકલ્પ સુરક્ષિત તો છે, પરંતુ તેમાં સમય અને ખર્ચ બંનેમાં મોટો વધારો થાય છે, જે અંતે વૈશ્વિક વેપાર અને ગ્રાહકોને અસર કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર દેશો જેમ કે ઇરાક, કુવૈત અને કતાર માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે તેમના પાસે વિકલ્પરૂપ દરિયાઈ માર્ગો ઉપલબ્ધ નથી. સાથે સાથે ઈરાન દ્વારા વિકલ્પ માર્ગોને નિશાન બનાવવાની શક્યતા પણ જોખમ વધારતી બાબત છે. લાંબા અંતરના ડ્રોન અને મિસાઈલ ક્ષમતાઓને કારણે અન્ય પાઇપલાઇન અને બંદરો પણ સુરક્ષિત રહેશે તેની ખાતરી નથી.

આ પણ વાંચો : ફરી એકવાર વાટાઘાટોના ટેબલ પર પાછા ફરશે અમેરિકા-ઈરાન, આ તારીખે શરૂ થઈ શકે નવો રાઉન્ડ

આ તમામ પરિસ્થિતિઓને જોતા સ્પષ્ટ થાય છે કે, હોર્મુઝ સ્ટ્રેટનું કોઈ સંપૂર્ણ વિકલ્પ ઉપલબ્ધ નથી. હાલની તમામ પાઇપલાઇનો અને માર્ગોની કુલ ક્ષમતા, હોર્મુઝ દ્વારા થતાં પરિવહન સામે ઘણી ઓછી છે. તેથી જો આ માર્ગ સંપૂર્ણપણે બંધ થાય, તો વિશ્વ ઊર્જા સંકટ, મોંઘવારી અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oil Transport Routes Global Oil Supply Hormuz Strait Crisis
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ