બ્રેકિંગ ન્યુઝ
Nepal Gen Z Protest: ભારતના પડોશી દેશ હાલ ભયાનક અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, Gen Zના વિરોધથી સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ સર્જોયો છે, ત્યારે ફરીથી હિંસા ફાટી નીકળી હોવાના સમાચાર વહેતા થયા છે. મળતા અહેવાલ મુજબ
ADVERTISEMENT
10 કેદીઓને ગોળી વાગી
સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ, નેપાળમાં, કેદીઓએ જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા સેનાએ ગોળીબાર કર્યો છે. આ ગોળીબારમાં બે કેદીઓના મોત થયા છે. સેના સાથેની અથડામણ દરમિયાન 10 કેદીઓને ગોળી વાગી છે. નેપાળમાં સેના દ્વારા નિયંત્રણ મેળવ્યા બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે, વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15000 કેદીઓ ભાગી ગયા છે.
ADVERTISEMENT
વિરોધ વધુ હિંસક બન્યો હતો
SSBની 47મી બટાલિયનના કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું હતું કે, 'છેલ્લા ત્રણ દિવસથી નેપાળમાં બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નેપાળની સરકારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મુકતા યુવાનોએ વિરોધ શરુ કર્યો હતો અને આ વિરોધ એટલો હિંસક બન્યો કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 5 આતંકીઓની ધરપકડ, PM મોદીના જન્મદિન પહેલા દિલ્હી પોલીસને મોટી સફળતા, હતું બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર
વિરોધીઓ દ્વારા અનેક જગ્યાએ આગચંપી
ADVERTISEMENT
વિરોધીઓએ અને પોલીસ વચ્ચે ખૂબ જ હિંસક અથડામણ થઈ હતી. વિરોધીઓએ સંસદ, અનેક સરકારી કચેરી તેમજ મીડિયાની ઓફિસો આગને હવાલે કરી હતી. તો ઠેર-ઠેર તોડફોડ કરવામાં આવી હતી. નેપાળમાં વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 20થી વધુનાં મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સરકારે પણ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે તેમજ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે હવે નેપાળમાં વચગાળાની સરકારી રચાઈ શકે છે, જેમાં મહિલા પીએમ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.