બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / world most expensive tea the price of a kilo more than a rolls royce car

OMG / આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, 1 kgની કિંમતમાં તો અમદાવાદમાં 10 આાલીશાન ફ્લેટ આવી જાય

Published By: Noor

Last Updated: 07:16 PM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચા વિશ્વના સૌથી પ્રખ્યાત પીણામાંથી એક ગણાય છે. ભારતમાં તો ચા વિના લોકોની સવાર જ નથી પડતી. મહેમાનોનું સ્વાગત હોય કે મિત્રોની સાથે ગપશપ, આ બધું જ ચા વિના અધૂરું છે. મોટાભાગના લોકોએ એક કે બે પ્રકારની જ ચા પીધી હશે. પણ શું તમે જાણો છો કે,દુનિયાભરમાં અનેક ફ્લેવરની ચા ઉપલબ્ધ છે. ચાલો જાણીએ દુનિયાની અને ભારતની સૌથી મોંઘી ચા વિશે.

  • દુનિયાભરમાં ઘણી ફ્લેવરની ચા ઉપલબ્ધ છે
  • ડા હોન્ગ પાઓ ટી સંજીવની બૂટી સમાન લાભકારી છે
  • ભારતમાં અસમની આ ચા છે સૌથી મોંઘી

ડા હોન્ગ પાઓ ટી

રિપોર્ટ મુજબ ચીનના વૂઈસન વિસ્તારમાં એક બહુ જ ખાસ પ્રકારની ચા મળે છે. ડા હોન્ગ પાઓ ટી નામની આ ચા એક પ્રકારની સંજીવની બૂટી સમાન છે. રિપોર્ટની માનીએ તો આ ચા પીવાથી વ્યક્તિ ઘણાં મોટો રોગોથી મુક્ત થઈ શકે છે. આ જ કારણથી આ ચાની કિંમત સાડા 8 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ મુજબ આ ચાની કિંમત વિશ્વની સૌથી લક્ઝરી કાર રોલ્સ રોયસના શ્રેષ્ઠ મોડલ કરતા પણ વધારે છે. એટલું જ નહીં, આટલી કિંમતમાં તમે અમદાવાદમાં 80 લાખ રૂપિયાની કિંમતના 10 લક્ઝ્યુરિયસ ફ્લેટ ખરીદી શકો છો. 

તૈગુઆનઈન ટી

ઉલોન્ગ ચા જેવી જ દેખાતી તેગુઆનઈન ચાનું નામ બૌદ્ધ ગુરૂ તૈગુઆનઈનના નામ પર રાખવામાં આવ્યું હતું. આજે તે દુનિયાની સૌથી મોંઘી ચાની લિસ્ટમાં સામેલ છે. બ્લેક અને ગ્રીન ટીથી મળીને બનતી આ ચાનો સ્વાદ એકદમ અલગ છે. કહેવાય છે કે, આ ચાને ઉકાળવાથી તેનો રંગ પણ બદલાય જાય છે. આ ચા પત્તીમાંથી સાત વાર ચા બનાવીએ તો પણ તેનો સ્વાદ બદલાતો નથી. તૈગુઆનઈન ટીની કિંમત લગભગ 2.30 લાખ રૂપિયા છે. 

પાંડા ડંગ ટી

પાંડા ડંગ ટી પણ દુનિયાની સૌથી મોંઘી ચામાંથી એક  માનવામાં આવે છે. એક કપ ચાની કિંમત લગભગ 14 હજાર રૂપિયા છે. એટલે 1 કિગ્રા ચાની કિંમત 5.7 લાખ રૂપિયા છે. આ ચાને ઉગાડવા માટે જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પાંડાનું મળ સામેલ છે. પાંડા માત્ર વાંસ ખાય છે. જેનાથી તેના શરીરને 30 ટકા ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે. બાકી 70 ટકા ખાતર દ્વારા ચાનું ઉત્પાદન વધારે છે. 

પીજી ટિપ્સ ડાયમંડ ટી

બ્રિટિશ ટી કંપની પીજી ટિપ્સના સંસ્થાપકના 75મા જન્મદિવસે કંઈક ખાસ કરવા માટે આ ટી બેગ તૈયાર કરવામાં આવી હતી. ટી-બેગમાં 280 હીરા જોડાયેલા છે. જેને બનાવવામાં 3 મહિનાનો સમય લાગે છે. આ ચાની કિંમત પ્રતિ કિલો 9 લાખ રૂપિયા છે. 

વિન્ટેજ નાર્કિસસ

વિન્ટેજ નાર્કિસસ ચાથી જોડાયેલા ઘણાં કિસ્સા છે. આ ચા પણ ચીનથી જ જોડાયેલી છે. હાલ આ ચાના બગીચાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે, પરંતુ છેલ્લીવાર જ્યારે આ ચા વેચાઈ હતી ત્યારે તેની કિંમત 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

ભારતની સૌથી મોંઘી ચા ગોલ્ડન ટિપ

અસમની મેઝાન ટી એસ્ટેટની ગોલ્ડન ટિપ ચા ગયા વર્ષે 70,501 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી વેચાઈ હતી. દુનિયાની સૌથી જૂની ચા કંપની અસમ કંપની ઈન્ડિયા લિમિટેડે સીઝનની સૌથી સારી ગુણવત્તાવાળી આ ચાને 31 જુલાઈએ ગુવાહાટીના ચા નીલામી સેન્ટરમાં ઓનલાઈન નીલામી દ્વારા વેચી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Best Tea Da-Hong Pao Tea Flavour Most Expensive Teas Price rolls royce car OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ