બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી શરૂ, ટ્રમ્પે ઈરાની જહાજોનો તબાહ કરવાની ધમકી આપી

Iran US War / હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી શરૂ, ટ્રમ્પે ઈરાની જહાજોનો તબાહ કરવાની ધમકી આપી

Ajitsinh Jadeja

Last Updated: 10:31 PM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Strait of Hormuz: અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી શરુ કરી છે. આ નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટને લઈને વિશ્વભરમાં તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે હવે ઈરાની જહાજોનો પણ તબાહ કરવાની ધમકી આપી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી શરૂ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હવે હોર્મુઝમાંથી કોઇનું પણ તેલ પસાર થવા દેશે નહીં. તેના જવાબમાં ઈરાને મોટા હુમલાની ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે તે પર્શિયન ગલ્ફમાં સાઉદી, ઓમાન અને યુએઈના બંદરો પર બોમ્બમારો કરશે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાના નાકાબંધીની નજીક આવનાર કોઈપણ ઈરાની જહાજ તાત્કાલિક તબાહ કરી દેવાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, "ઈરાનની નૌકાદળ સમુદ્રના નીચે પડી છે, તે સંપૂર્ણપણે નાશ પામી છે - 158 જહાજો. અમે તેમના કેટલાક જહાજોને નિશાન બનાવ્યા નથી, જેને તેઓ ઝડપી હુમલો કરનારા જહાજો કહે છે, કારણ કે અમે તેમને નોંધપાત્ર ખતરો માનતા નહોતા. ચેતવણી: જો આમાંથી કોઈ જહાજ અમારા નાકાબંધીની નજીક આવે છે, તો તેને તાત્કાલિક નાશ કરવામાં આવશે, જે પદ્ધતિઓનો ઉપયોગ કરીને અમે દરિયામાં બોટ પર ડ્રગ ડીલરો સામે કરીએ છીએ. આ એક ઝડપી અને ક્રૂર કાર્યવાહી છે. નોંધ: સમુદ્ર અથવા મહાસાગરના રસ્તે અમેરિકામાં આવતા 98.2% ડ્રગ્સની તસ્કરી રોકી દેવામાં આવી છે! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."

હોર્મુઝ પર તણાવ વધ્યો

બીજી બાજુ રશિયાએ પણ હોર્મુઝ પર નાકાબંધીનો વિરોધ કર્યો છે. યુરોપિયન યુનિયને હોર્મુઝમાં શિપિંગ ટ્રાફિક તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી છે. સદનસીબે ભારત માટે ઈરાને હોર્મુઝને પરિવહન કરતા ભારતીય જહાજોને સંપૂર્ણ સુરક્ષા આપવાનું વચન આપ્યું છે. હોર્મુઝ પર તણાવ વધતો જ રહ્યો છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ China Warns US / 'અમારા ઘરમાં માથું ન મારતાં નહીંતર'...ઈરાનના ફુલ સપોર્ટમાં આવ્યો ચીન, ટ્રમ્પને આપી ચેતવણી

ઈરાને પણ ધમકી આપી

ઈરાને ધમકી આપી છે કે જો ટ્રમ્પ હોર્મુઝની આસપાસ બે ચેકપોઇન્ટ સ્થાપિત કરશે, જેનાથી દરિયાઈ ટ્રાફિક અવરોધાશે, તો ઈરાન પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતના બધા બંદરોને ઉડાવી દેશે. આ બંદરો સાઉદી અરેબિયાના હોય, સંયુક્ત આરબ અમીરાતના હોય કે ઓમાનના હોય, ઈરાન તે બધાને એક પછી એક ઉડાવી દેશે. ઈરાન કોઈપણ કિંમતે હોર્મુઝનું નિયંત્રણ ટ્રમ્પને સોંપવા તૈયાર નથી, પછી ભલે તેના માટે મોટું યુદ્ધ કરવું પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran US Conflict Donald Trump Strait of Hormuz
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ