ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''તુરંત નિકલ જાઓ'', મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અમેરિકનોને ચેતવણી

Iran Israel War / ''તુરંત નિકલ જાઓ'', મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અમેરિકનોને ચેતવણી

Published By: Priykant Shrimali

Last Updated: 09:58 AM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War : United States Department of State ની તાત્કાલિક ચેતવણી: મિડલ ઈસ્ટમાં રહેલા અમેરિકનોને “હવે જ બહાર નીકળી જાઓ”

ADVERTISEMENT

Iran Israel War : મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સુરક્ષા જોખમો વધી ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને United States Department of Stateએ 14 મધ્ય પૂર્વીય દેશોમાં રહેલા પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જે પણ અમેરિકન નાગરિકો આ દેશોમાં છે, તેઓએ શક્ય તેટલી વહેલી તકે કોમર્શિયલ ફ્લાઇટ અથવા અન્ય ઉપલબ્ધ માર્ગ દ્વારા સુરક્ષિત સ્થળે જવું જોઈએ.

રિયાધમાં દૂતાવાસ પર હુમલાની ઘટના

તાજેતરમાં રિયાધમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો. બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે નાની આગ લાગી અને ઈમારતને થોડું નુકસાન થયું. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ ઘટનાને પગલે દૂતાવાસે જેદ્દાહ અને દહરાનમાં રહેલા અમેરિકનોને આશ્રયસ્થાન એટલે કે ઘરની અંદર જ રહેવાની સૂચના આપી છે. હાલ દૂતાવાસની સામાન્ય સેવાઓ મર્યાદિત રાખવામાં આવી છે.

કયા દેશો માટે ચેતવણી?

બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત, યમન સહીતના દેશો માટે ચેતવણી જાહેર કરાઇ છે. મહત્વનું છે કે, કેટલાક એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અથવા મર્યાદિત સેવા ચાલી રહી છે. છતાં ઉપલબ્ધ ફ્લાઇટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

મદદ માટે શું કરવું?

અમેરિકન નાગરિકો માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે:

  • વિદેશમાંથી : +1-202-501-4444
  • અમેરિકા અંદરથી : +1-888-407-4747

તે ઉપરાંત STEP (Smart Traveler Enrollment Program) પર નોંધણી કરવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી તાજી સુરક્ષા માહિતી મળી શકે.

આ પણ વાંચો : ઈરાને કરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, વિશ્વભરમાં ચિંતા વધી, ઓઈલના ભાવ વધશે ?

હાલની સ્થિતિ શું સૂચવે છે?

મિડલ ઈસ્ટમાં સુરક્ષા પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દૂતાવાસો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ઘટનાઓને કારણે જોખમ વધ્યું છે. અમેરિકાએ ઇમરજન્સી ટાસ્ક ફોર્સ સક્રિય કરી છે, પરંતુ મોટા ભાગના લોકો હજુ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર આધાર રાખી રહ્યા છે. જો તમારા કોઈ પરિચિત આ વિસ્તારોમાં હોય, તો તેમને સત્તાવાર માર્ગદર્શન અનુસરવા અને વહેલી તકે સુરક્ષિત સ્થળે જવા સલાહ આપવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Riyadh Embassy Attack Middle East Crisis US Travel Warning

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ