ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાને કરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, વિશ્વભરમાં ચિંતા વધી, ઓઈલના ભાવ વધશે ?

Iran Israel News / ઈરાને કરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, વિશ્વભરમાં ચિંતા વધી, ઓઈલના ભાવ વધશે ?

Published By: Priykant Shrimali

Last Updated: 08:13 AM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel News : ઇરાનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, જો કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેને આગ લગાવી દેવામાં આવશે

ADVERTISEMENT

Iran Israel News : ઈરાનની સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા લશ્કરી તણાવ વચ્ચે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ Strait of Hormuzને બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ ફોર્સ, એટલે કે Islamic Revolutionary Guard Corps (IRGC) દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ આ જળમાર્ગ પરથી પસાર થનારા કોઈપણ જહાજને નિશાન બનાવવામાં આવશે.

કડક ચેતવણી

ઇરાનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, જો કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેને આગ લગાવી દેવામાં આવશે. આ જાહેરાત બાદ સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે આ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

વિશ્વની ઊર્જા જીવનરેખા

હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. વિશ્વના કુલ તેલ વપરાશનો લગભગ પાંચમો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાંથી નીકળતું તેલ અને ગેસ આ જ માર્ગ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે છે. ખાસ કરીને એશિયન દેશો, જેમાં ચીન પણ સામેલ છે, આ સપ્લાય પર નિર્ભર છે. જોકે કેટલાક દેશો પાસે વિકલ્પરૂપે પાઈપલાઈન માર્ગો છે, છતાં મોટાભાગના જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટ જ મુખ્ય રસ્તો છે.

તેલના ભાવમાં ઉછાળો શક્ય

આ જળમાર્ગ બંધ થતાં જ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવવાની શક્યતા છે. અગાઉ પણ જ્યારે ઈરાને આ માર્ગ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી, ત્યારે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. નિષ્ણાતોના મતે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વિશ્વભરમાં ઇંધણની અછત અને મોંઘવારી વધી શકે છે. નાણાકીય બજારો પર પણ તેનો સીધો પ્રભાવ પડશે.

આ પણ વાંચો : ઈરાને ચેતવણીનો અનાદર કર્યો...જો જરૂર પડશે તો સૈનિકો તૈનાત કરીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાજનક સંકેત

હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વેપારી જહાજોને પસાર થવાનો અધિકાર છે. તેમ છતાં, પ્રદેશમાં વધતા સૈન્ય તણાવને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. વિશ્વ સમુદાય હાલ આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યો છે. કારણ કે આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ માત્ર મધ્ય પૂર્વ માટે નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર પરિણામો લાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Strait of Hormuz Closure Global Oil Supply Strait of Hormuz Closure, Iran IRGC Warning

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ