ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ખામેનેઈની દફનવિધિને લઈને સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે કરાશે દફન

Iran Israel War / ખામેનેઈની દફનવિધિને લઈને સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે કરાશે દફન

Published By: Priykant Shrimali

Last Updated: 12:34 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War : ખામેનેઈની દફનવિધિ અંગે મોટું અપડેટ, આજે ઈરાની સમય મુજબ...અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Iran Israel War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાંથી એક મોટું રાજકીય અપડેટ સામે આવ્યું છે. ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની (Ali Khamenei)ની દફનવિધિ આજે ઈરાની સમય મુજબ રાત્રે 10 વાગ્યે યોજાશે. અહેવાલો મુજબ તેમને ઈરાનના પવિત્ર શહેર મશહદ (Mashhad)માં દફનાવવામાં આવશે.

નવા સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનેઈની પસંદગી

દેશની એક્સપર્ટ એસેમ્બલી દ્વારા અલી ખામેનેઈની (Ali Khamenei)ના પુત્ર Mojtaba Khameneiને નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે. 56 વર્ષીય મોજતબા લાંબા સમયથી સંભવિત ઉત્તરાધિકારી તરીકે ચર્ચામાં હતા. હવે તેઓ દેશનું નેતૃત્વ સંભાળશે એવી માહિતી મળી રહી છે.

યુદ્ધ વચ્ચે વધતો મૃત્યુઆંક

અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ તંગ બની છે. અહેવાલો મુજબ, હુમલાઓમાં મૃત્યુઆંક 1,000થી વધુ થયો હોવાનું કહેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકો અને બાળકોનો સમાવેશ થાય છે. આ સંઘર્ષને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધી રહી છે.

આ પણ વાંચો : ખાડી દેશોમાં યુદ્ધની ભારત પર અસર, માત્ર 50 દિવસનો તેલનો જથ્થો, ઉર્જા ક્ષેત્રે મદદ માટે રશિયા તત્પર

હોર્મુઝ પર IRGCનો દાવો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે Strait of Hormuz પર તેમનો સંપૂર્ણ નિયંત્રણ છે. તેમણે ચેતવણી આપી છે કે આ માર્ગ પરથી પસાર થતા જહાજોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો ખતરો રહી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ અને ગેસ વેપાર માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. અહીં વધતી તણાવભરી પરિસ્થિતિથી વૈશ્વિક ઊર્જા બજારમાં પણ ચિંતા વધેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mojtaba Khamenei new leader Mashhad funeral update Ali Khamenei burial

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ