બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાનમાં 865 લોકોના મોત, ખામેનેઈની સેનાએ તેલ અવીવ સહિત ઘણા શહેરોમાં કર્યો ભીષણ બોંબમારો

Israel-Iran Conflict / ઈરાનમાં 865 લોકોના મોત, ખામેનેઈની સેનાએ તેલ અવીવ સહિત ઘણા શહેરોમાં કર્યો ભીષણ બોંબમારો

Last Updated: 12:08 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 13 જૂનના ઈઝરાયલી હુમલા પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ઉગ્ર બન્યો છે.

13 જૂન 2025ના રોજ ઈઝરાયલે ઈરાન પર મોટો હવાઈ હુમલો કર્યો ત્યારથી મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ હુમલામાં ઈરાનને ભારે જાનહાનિ પહોંચી છે. અત્યાર સુધીમાં ઈરાનના 865 લોકોના મૃત્યુ થયા છે અને 3,396 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલના આ હુમલા પછી ઈરાને પણ બદલો લેવાની તજવીજ શરૂ કરી દીધી છે. ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 10 થી વધુ સ્થળોને નિશાન બનાવી ભારે બોમ્બમારો કર્યો છે. ઈરાનની બેલિસ્ટિક મિસાઈલો હાઈફા શહેર સહિત અનેક સ્થળોએ પડી છે. એક અહેવાલ મુજબ ઈરાનના આ હુમલામાં 11 ઈઝરાયલી નાગરિકો ઘાયલ થયા છે.

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી

આ સમ્રગ સંઘર્ષમાં હવે અમેરિકા પણ સામે આવ્યું છે. અમેરિકાના સૈનિકોએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઇફ્તિખાન પર મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાને આ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. બીજી તરફ, ઈરાન સાથે જોડાયેલા હુતી બળવાખોરોએ પણ એમ કહીને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન પર ફરી હુમલો કરશે તો તેઓ લાલ સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવશે.

ઇઝરાયલે કહ્યું- 'શાંતિ શક્તિથી આવશે'

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના આ પગલાનું સમર્થન કર્યું છે અને જણાવ્યું છે કે વિશ્વમાં શાંતિ માટે શક્તિનો ઉપયોગ જરૂરી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ચેતવણી આપી છે કે જો ઈરાને શાંતિ માટે વાતચીત શરૂ ન કરી તો અમેરિકા વધુ મોટા હુમલાઓ કરશે. ટ્રમ્પે ઈરાનને યુદ્ધવિરામ માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે.

app promo5

આ પણ વાંચો : શરુ થઈ એક નવા યુદ્ધની તૈયારી, અમેરિકાની સામે આવ્યાં આ 5 દેશ, મોટું એલાન

આ સમગ્ર ઘટનાઓમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ અત્યંત ઉગ્ર બની ગયો છે અને આખો વિશ્વ મધ્ય પૂર્વની આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. 13 જૂનથી શરૂ થયેલા આ સંઘર્ષમાં પરમાણુ અને મિસાઈલ ઢાંચાઓ તથા લશ્કરી કમાન્ડરોના મૃત્યુ પછી સ્થિતિ વધુ વિકટ બની છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel conflict Israel airstrike on Iran Middle East war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ