બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 22 June 2025
વિશ્વમાં હાલ એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધનો અંત જોવા મળી રહ્યો નથી, ત્યારે બીજી તરફ એક નવો મોટો સંઘર્ષ શરૂ થવાની શક્યતા બની છે. આ સંઘર્ષમાં 5 દેશોએ ખુલ્લેઆમ અમેરિકાની ટેરિફ નીતિઓ સામે ઉભા રહીને યુદ્ધ જેવી તૈયારી બતાવી છે. આ 5 દેશો બ્રિક્સ ગ્રૂપના સભ્ય છે - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. આ દેશોએ અમેરિકાના ટેરિફ સામે નવી વ્યૂહરચના તૈયાર કરી છે અને તે જાહેર પણ કરી છે. હાલ બ્રિક્સ દેશોના નેતાઓ રિયો ડી જાનેરોમાં યોજાનારી સમિટ માટે તૈયારીમાં છે, જે 6 અને 7 જુલાઈએ યોજાવાની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમિટ પહેલા જ બ્રિક્સના રાજદૂતો તરફથી સંકેત મળ્યા છે કે તેઓ અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલ ટેરિફ નીતિઓ સામે પગલાં ભરવા ઈચ્છે છે. ખાસ કરીને તેઓ વ્યાપારમાં પોતાના રાષ્ટ્રીય ચલણોના વધુ ઉપયોગ પર ભાર મુકવા માગે છે જેથી અમેરિકન ડોલર પર નિર્ભરતા ઓછી થાય.

ADVERTISEMENT
રશિયાના રાજદૂત ડેનિસ અલીપોએ કહ્યું કે બ્રિક્સ દેશો પરસ્પર ચલણમાં વેપાર વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ જૂથ વિશ્વના પડકારોનું સંયુક્ત ઉકેલ શોધવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. જોકે, બ્રિક્સ દેશો માટે કોઈ નવું એકીકૃત ચલણ લાવવાની ચર્ચા સમિટમાં કોઈ મોટા સ્તરે થવાની શક્યતા નથી કારણ કે તેમાં ઘણાં માળખાકીય ફેરફારો જરૂરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : Video : એર બલૂનમાં હવામાં જ આગ લાગતાં 8 લોકો ભડથું થઈ ગયાં, ખૌફનાક વીડિયો વાયરલ
ADVERTISEMENT
વિશ્વમાં આ નવી વ્યૂહરચના દ્વારા બ્રિક્સ દેશો એ દર્શાવ્યું છે કે તેઓ હવે પોતાની આર્થિક નીતિઓમાં વધારે સ્વતંત્રતા મેળવવા ઇચ્છે છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ અગાઉ પણ બ્રિક્સ દેશોને અમેરિકા સામે નવું ચલણ શરૂ ન કરવા ચેતવણી આપી હતી. બ્રિક્સ કોઈ વિરોધી જૂથ નથી પરંતુ એવું ગ્રૂપ છે જ્યાં દેશો એકબીજાના આદર અને બિન-હસ્તક્ષેપ સાથે સહયોગ વધારવા ઇચ્છે છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત અનેક દેશોના મોટા નેતાઓ હાજરી આપશે અને વૈશ્વિક આર્થિક ક્રમના નવા આયામો પર ચર્ચા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.