બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Video : એર બલૂનમાં હવામાં જ આગ લાગતાં 8 લોકો ભડથું થઈ ગયાં, ખૌફનાક વીડિયો વાયરલ

બ્રાઝિલ / Video : એર બલૂનમાં હવામાં જ આગ લાગતાં 8 લોકો ભડથું થઈ ગયાં, ખૌફનાક વીડિયો વાયરલ

Last Updated: 10:07 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના સાન્ટા કેટારિના રાજ્યમાં પ્રેયા ગ્રાન્ડે શહેરમાં એક દુઃખદ અકસ્માત થયો છે. ગરમ હવાના ફુગ્ગામાં આગ લાગતા 8 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા છે.

બ્રાઝિલના સાન્ટા કેટારિના રાજ્યના પ્રેયા ગ્રાન્ડે શહેરમાં એક અત્યંત દુઃખદ અને હ્રદયવિદારી અકસ્માત સામે આવ્યો છે. શનિવારે સવારે અહીં એક ગરમ હવાનો ફુગ્ગો 21 લોકો સાથે આકાશમાં ઉડાન ભરવા માટે તૈયારીમાં હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જમીનથી થોડી ઊંચાઈએ પહોંચતાની સાથે જ ફુગ્ગામાંથી અચાનક તણખા નીકળવા લાગ્યા અને થોડા જ પળોમાં તેમાં ભયાનક આગ ફાટી નીકળી.

balloon

આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લોકો બચાવાનો પ્રયાસ પણ ન કરી શક્યા. લોકોને આ દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ શકે છે કે કેવી રીતે ગરમ હવાનો ફુગ્ગો હવામાં જ આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં 8 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ફુગ્ગામાં સવાર 21 લોકોમાંથી 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી 2 લોકોની હાલત તો અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઘાયલ થયેલા લોકોની સારવાર માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.

app promo1

આ પણ વાંચો : 'ઈરાન શાંત રહે નહીંતર'... યુદ્ધમાં ઝુકાવ્યાં બાદ US પ્રેસિડન્ટ ટ્રમ્પની મોટી ધમકી, ઈઝરાયેલને રાહત

આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકોના પરિવારજનો અને સાથીઓમાં ભારે દુઃખ વ્યાપ્ત છે. સમગ્ર ઘટના દુર્ઘટનાગ્રસ્ત ફુગ્ગાના વીડિયોના કારણે લોકોમાં આઘાત અને ભય પણ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ફુગ્ગામાં આગ કેવી રીતે લાગી અને તેનાથી ભવિષ્યમાં કેવી રીતે બચી શકાય.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Brazil hot air balloon Santa Catarina balloon tragedy Praia Grande balloon fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ