બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ઈરાન શાંત રહે નહીંતર'... યુદ્ધમાં ઝુકાવ્યાં બાદ US પ્રેસિડન્ટ ટ્રમ્પની મોટી ધમકી, ઈઝરાયેલને રાહત
Last Updated: 09:00 AM, 22 June 2025
હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળ હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, ફાઇટર વિમાનો દ્વારા ખાસ કરીને ફોર્ડોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો હતો અને આ તમામ વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે.
ADVERTISEMENT

ટ્રમ્પે આ હુમલાને અમેરિકાની લશ્કરી શક્તિનું ઉદાહરણ ગણાવ્યું છે અને જણાવ્યું કે હવે શાંતિનો સમય છે. તેમનું કહેવું છે કે જો ઈરાન શાંતિ નહીં અપનાવે, તો ભવિષ્યમાં હુમલાઓ વધુ ખતરનાક અને વિનાશક થશે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી કે હવે ઈરાનમાં કાં તો શાંતિ રહેશે અથવા વિનાશ આવશે.
ADVERTISEMENT

આ તરફ ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન (AEOI) એ આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે દુશ્મને ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સંગઠને આ હુમલાને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી (IAEA) પર ઉદાસીનતા અને સંડોવણીનો દોષ મૂક્યો છે અને જણાવ્યું છે કે આ સ્થળો IAEAની દેખરેખ હેઠળ છે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ હુમલાઓની સખત નિંદા કરવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પરમાણુ કાર્યક્રમને અટકાવશે નહીં.
ADVERTISEMENT

આ પણ વાંચો : અમેરિકાએ ઈરાન પર કરી એરસ્ટ્રાઈક, પરમાણુ ઠેકાણાઓને બનાવ્યા નિશાન
ADVERTISEMENT
આ મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને ખતરનાક વલણ ગણાવીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો બતાવ્યો છે. ગુટેરેસે બંને પક્ષોને તણાવ ઘટાડવાની અપીલ કરી છે અને કહ્યું છે કે આ પરિસ્થિતિનો કોઈ લશ્કરી ઉકેલ નહીં હોય, તેનો ઉકેલ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં ઉમેર્યું કે અમેરિકા ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, કારણ કે છેલ્લા 40 વર્ષથી ઈરાને અમેરિકાની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી છે અને અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બની ચૂક્યા છે. તેથી હવે અમેરિકા ચૂપ નહીં રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.