બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:59 AM, 22 June 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા પણ જોડાઈ ગયું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પર મોટો હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાને સંપૂર્ણ સફળ ગણાવવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
ADVERTISEMENT

Heavy Water Nuclear Plant in Arak, Iran that was struck with a full payload of bombs! President Trump is not playing around!#Iran #NuclearWeapons #IsraeliranWar #Israeli pic.twitter.com/YiD2HSBI1U
— Brand Leakage (@Brandleakage) June 22, 2025
ADVERTISEMENT
ટ્રમ્પે જણાવ્યું હતું કે બધા અમેરિકન વિમાનો ઈરાનની હવાઈ સીમા છોડીને સલામત રીતે પાછા ફરી ગયા છે. ખાસ કરીને ફોર્ડો નામના પરમાણુ સ્થળ પર સૌથી વધુ બોમ્બ નાખવામાં આવ્યા હતા. ટ્રમ્પે અમેરિકન સેનાની પ્રશંસા કરતા કહ્યું કે આપણા મહાન યોદ્ધાઓએ જબરદસ્ત કાર્ય કર્યું છે અને દુનિયામાં બીજી કોઈ પણ સેના આવું કરી શકતી નથી. ટ્રમ્પે આ સંદર્ભમાં કહ્યું કે હવે શાંતિનો સમય છે.
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
ADVERTISEMENT
આમ ઇરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવીને ઈઝરાયલને મદદ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.જુદાં જુદાં રાષ્ટ્રો અને વિશ્લેષકો આ હુમલાને ઈઝરાયલના હિત માટે લીધેલું પગલું ગણાવી રહ્યા છે. ખાસ કરીને ટ્રમ્પ માટે આ નિર્ણય ખાસ છે, કારણ કે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે તેઓ અમેરિકા ફરી મધ્ય પૂર્વના યુદ્ધોમાં નહીં ખેંચે. તે છતાં હવે સ્થિતિ એવી બની છે કે ટ્રમ્પે પોતે હવાઈ હુમલાનો આદેશ આપવો પડ્યો છે.

ADVERTISEMENT
આ હુમલાથી થોડા સમય પહેલાં, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી ઉકેલ શોધવાનો પ્રયાસ કરવા બે અઠવાડિયા રાહ જોવાનો વિચાર કર્યો હતો. પરંતુ વાતચીત સફળ ન થતા આખરે લશ્કરી માર્ગ અપનાવો પડ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત વાતચીત ચાલી રહી હતી. ટ્રમ્પે ઈઝરાયલને પણ ઈરાન પર હુમલો થોડી વાર માટે ટાળવા કહ્યું હતું જેથી શાંતિપૂર્ણ ઉકેલ મળવા માટે પ્રયાસ થઈ શકે. હવે વાતચીતના દરવાજા બંધ થયાના સંકેત મળે છે અને લશ્કરી કાર્યવાહી શરૂ થઈ છે. હાલ ઇરાન તરફથી આ હુમલાને લઈ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.