બ્રેકિંગ ન્યુઝ
World news : પહેલા શ્રીલંકામાં સરકાર સામે વિરોધ થયો અને સરકાર બદલી ગઈ હતી. આ પછી બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું હતું અને શેખ હસિનાને ગાદી છોડવી પડી હતી, તાજેતરમાં જ નેપાળમાં પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી, ત્યારે હવે વધુ એક દેશના વડાપ્રધાને રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
Sebastien Lecornu has resigned as Prime Minister of France 🇫🇷 after less than a month in the job
— Lee Patriot Hood (@Mofoman360) October 6, 2025
Anyone wish Marine Le Pen was able to take the job? pic.twitter.com/UU2pUJ0Ifh
ADVERTISEMENT
હવે ફ્રાન્સમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશના વડાપ્રધાને અચાનક જ રાજીનામું આપી દીધું છે, મહત્વની વાત એ છે કે હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલા જ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ADVERTISEMENT
ફ્રાન્સ હાલ ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના નવા PM સેબેસ્ટિયન લેકોર્નુએ નવા મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડા કલાકો પછી જ રાજીનામું આપી દીધું છે. એક ખાનગી ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે, સેબેસ્ટિયનના અચાનક નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. તેમને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના પણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 24 કલાકમાં જ 4 હોસ્પિટલમાં આગની ઘટનાથી 8ના મોત, ત્રણ તો ગુજરાતની
ADVERTISEMENT
સેબેસ્ટિયન લેકોર્નુએ 9 સપ્ટેમ્બર 2025માં પીએમ તરીકેની ફરજો સંભાળી હતી અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજીનામું આપી દીધું હતું. આનાથી ફ્રેન્ચ રાજકારણ અસ્થિર થઈ રહ્યું છે, અને હવે બધાની નજર તેમના સ્થાન પર છે કે તેમનું સ્થાન કોણ લેશે.એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર લેકોર્નુએ આ રાજીનામું તેમના ગઠબંધનના સભ્યો દ્વારા સરકાર તોડી પાડવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યા પછી આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.