બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એ દિવસો હવે દૂર નથી, કે જ્યારે દવાઓ પર પણ અમેરિકન સરકાર લગાવશે ટેરિફ, ટ્રમ્પનું એલાન

ટેરિફ વોર / એ દિવસો હવે દૂર નથી, કે જ્યારે દવાઓ પર પણ અમેરિકન સરકાર લગાવશે ટેરિફ, ટ્રમ્પનું એલાન

Last Updated: 08:48 AM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો ધડાકો કર્યો છે. 2 એપ્રિલે વિશ્વભરના 180 થી વધુ દેશો પર રેસીપ્રોકાલ ટેરિફ લાદ્યા પછી, ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દવાની આયાત પર ટેરિફ લાદવામાં આવશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દરેક જગ્યાએ ટેરિફ જ ટેરિફ દેખાઈ રહ્યા છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. હવે તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર ભારે ટેરિફ લાદવાની વાત કરી છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વિદેશી દવાઓ પર ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે.

donald-trump

ટ્રમ્પે કહ્યું, 'હું જ્યારે ઇચ્છું ત્યારે ટેરિફ લાદી શકું છું, અને તે સમય બહુ દૂર નથી જ્યારે અમે દવાની આયાત પર ટેરિફ લાદીશું.' ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં આ સંદર્ભમાં આદેશ જારી કરશે. જો અમેરિકા દવાઓની આયાત પર ટેરિફ લાદે છે તો તેનું પરિણામ તેના લોકોને ભોગવવું પડશે. ભારત જેવા દેશોમાંથી આવતી સસ્તી દવાઓ મોંઘી થશે.

આ દરમિયાન ટ્રમ્પે ઈરાન અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, 'ઈરાન અમારી સાથે ડિલ કરવા માંગે છે, પણ તેમને ખબર નથી કે તે કેવી રીતે કરવું.' ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમના મુદ્દા પર ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે.

trump-zelenskyy

'એની સાથે યુદ્ધ ન કરાય, જે તમારાથી 20 ગણી મોટી હોય'

ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વિશે કહ્યું, 'તેઓ હંમેશા મિસાઇલો ખરીદવાનો પ્રયાસ કરે છે. સાંભળો, જ્યારે તમે યુદ્ધ શરૂ કરો છો, ત્યારે તમને એ ખબર હોવી જોઈએ કે તમે તે યુદ્ધ જીતી શકો છો. તમે એવા વ્યક્તિ સાથે યુદ્ધ શરૂ નથી કરતા જે તમારા કરતા 20 ગણી મોટી હોય અને પછી લોકો પાસેથી અપેક્ષા રાખે છે કે લોકો તમને કેટલીક મિસાઇલો આપી દેશે.'

આ પણ વાંચો: Video: ફરીવાર આ દેશની ધરા પર આવ્યો વિનાશક ભૂકંપ, પહાડો તૂટ્યાં, બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું

ઝેલેન્સકીએ ટ્રમ્પને આપ્યું યુક્રેન આવવાનું આમંત્રણ

જણાવી દઈએ કે ઝેલેન્સકીએ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઇચ્છે છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે અને એ જાણે કે પુતિને તેમના દેશની હાલત કેવી કરી નાખી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Tariffs on Pharmaceuticals Trade War
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ