ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'અમેરિકા વિરૂદ્ધ....', પુતિન-કિમ જોંગ-જિનપિંગને એકસાથે જોઇ ટ્રમ્પની છટકી! કરી ચોંકાવનારી પોસ્ટ

ટ્રમ્પ ટેન્શનમાં / 'અમેરિકા વિરૂદ્ધ....', પુતિન-કિમ જોંગ-જિનપિંગને એકસાથે જોઇ ટ્રમ્પની છટકી! કરી ચોંકાવનારી પોસ્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 11:04 AM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump On China : ચીનની વિજય પરેડના થોડા સમય પહેલા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી આંતરરાષ્ટ્રીય નેતાઓ પર તીક્ષ્ણ ટીકા કરી. જાણો એવું તે શું કહ્યું ?

ADVERTISEMENT

Donald Trump On China : આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ચીન ગયા હતા. આ દરમિયાન તેઓ ચીનમાં શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળ્યા હતા. આ બધાની વચ્ચે હવે ચીનની વિજય પરેડને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ચીનની આ વિજય પરેડના થોડા સમય પહેલા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી આંતરરાષ્ટ્રીય નેતાઓ પર તીક્ષ્ણ ટીકા કરી છે. ટ્રમ્પે ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનના એકત્ર થતા દ્રશ્યો પર કટાક્ષ કર્યો છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્રુથ” પર એક જાહેરાત કરી હતી જેમાં તેમણે ચીનની વિજય પરેડના સંદર્ભમાં અમેરિકાની ભૂમિકા યાદ કરવા ચીનને યાદ અપાવ્યું. ટ્રમ્પે લખ્યું કે, મોટો પ્રશ્ન એ છે કે શું શી જિનપિંગ તેઓનાં ભાષણમાં તે લોહીની વાત કરશે જે અમેરિકાએ ચીનની આઝાદી માટે વહાવ્યુ હતું ? અમેરિકન સૈનિકોની બહાદુરી અને બલિદાનને ભૂલવાનું નહીં. પુતિન અને કિમને મારી શુભકામનાઓ!

ચીનનું શક્તિ પ્રદર્શન કે રાજકીય સંકેત?

બેઇજિંગમાં યોજાતી આ વિજય પરેડ બીજી વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂરાં થતા ઉજવાઈ રહી છે. આ પ્રસંગે ચીન દુનિયા આગળ પોતાની સૈનિક અને રાજકીય શક્તિ દર્શાવવા ઇચ્છે છે. વિશ્વના અગ્રગણ્ય નેતાઓ ખાસ કરીને પુતિન અને કિમ જોંગ ઉન ચીન પહોંચી ગયા છે, જ્યારે અમેરિકાના કોઈ પ્રતિનિધિનો દેખાવ નથી થયો. વિશ્લેષકોનું માનવું છે કે,આ પરેડ માત્ર ઇતિહાસની યાદગીરી નહીં, પરંતુ એક જોરદાર રાજકીય સંદેશ પણ છે અને એ પણ ખાસ કરીને પશ્ચિમ દેશો માટે.

તો શું PM મોદીની હાજરીએ ટ્રમ્પ માટે ચિંતાનો વિષય?

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન ખાતે યોજાયેલી SCO (Shanghai Cooperation Organization) સમિટમાં હાજર રહ્યા હતા. તેઓ અહીં શી જિનપિંગ અને પુતિન સાથે બેઠકોમાં પણ નજરે પડ્યા. આ ઘટનાક્રમ ટ્રમ્પ માટે રાજકીય રીતે અસ્વસ્થ બનાવનારો સાબિત થયો છે, કારણ કે તેઓ પહેલેથી જ રશિયા અને ઉત્તર કોરિયા સાથે મતભેદ ધરાવે છે. મહત્વનું છે કે, ટ્રમ્પે અગાઉ ભારત સામે કડક વલણ ધરાવતા વ્યાપારી નિર્ણય લીધા હતા. તેમણે ભારતીય ઉત્પાદનો પર 50%થી વધુ ટેરિફ લાદી હતી, જેના જવાબમાં ભારતે પણ પોતાની વ્યૂહરચના બદલી હતી.

આ પણ વાંચો : હવે ક્યારે સુધરશે અમેરિકા સાથેના સંબંધ? કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો, જણાવ્યો સમય

આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનોએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા મંડાણો પેદા કર્યા છે. એક તરફ તેઓ દેશભક્તિની વાત કરે છે તો બીજી તરફ તેમનાં સમર્થકો આને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોઈ રહ્યા છે. વિશ્વના નેતાઓ વચ્ચે સ્નેહ અને સંકટના સંકેતો વચ્ચે, ટ્રમ્પની ટીકા આશ્ચર્યજનક તો નથી પરંતુ તેમની ભાષા તથા સમયે તેમના અર્થઘટનને વધુ ગંભીર બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Victory Parade Xi Jinping Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ