ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO: ઇઝરાયલની સંસદને ટ્રમ્પે સંબોધી, સાંસદોએ હોબાળો કરતા ટિંગાટોળી કરી કાઢી મુકાયા

હંગામો / VIDEO: ઇઝરાયલની સંસદને ટ્રમ્પે સંબોધી, સાંસદોએ હોબાળો કરતા ટિંગાટોળી કરી કાઢી મુકાયા

Last Updated: 07:38 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઈઝરાયલની સંસદમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન બે સંસાદોએ હંગામો કર્યો હતો. ટ્રંપની સામે નરસંહારનો ઇશારો કર્યો અને તેમની તરફ આવ્યા. આ સાંસદોને બહાર કાઢવામાં આવ્યા. આ બાબતે ટ્રંપે કહ્યું આ બરાબર કર્યું.

ADVERTISEMENT

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઈઝરાયલની સંસદમાં સંબોધન કરી રહ્યા હતા. એ સમયે બે સાંસદો અમાન ઓદેહ અને ઓફર કાસિફે હંગામો કર્યો. સાંસદોએ ટ્રંપ સામે નરસંહારનો ઈશારો કર્યો અને તેમની સામે આવ્યા, આ સાસંદોને બહાર કાઢવામાં આવ્યા હતા. આના પર ટ્રંપે કહ્યું કે આ બરાબબ કર્યું અને તેમનું ભાષણ ચાલુ રાખ્યું.

સંસદ હદશ તાઅલ પાર્ટીના અધ્યક્ષ એમાન ઓદેહે ટ્રંપના ભાષણ દરમિયાન એક તખ્તી દેખાડી, તેમાં લખ્યું હતું, "ફિલીસ્તીનને માન્યતા આપો" આ પાર્ટીના સાંસદ ઓફર કાસિફે પણ પર્ચી દેખાડવાની કોશિશ કરી, પરંતુ બંને સાંસદોને પોલીસ દ્વારા બહાર કરવામાં આવ્યા.

ટ્રમ્પે નેતન્યાહૂની પ્રશંસા કરી

ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની બહાદુરી અને દેશભક્તિની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે નેતન્યાહૂની મદદથી આ દિવસ શક્ય બન્યો. ટ્રમ્પે નેતન્યાહૂને ઉભા રહેવા કહ્યું અને કહ્યું, "આ માણસ સરળ નથી, પરંતુ તે જ તેને મહાન બનાવે છે."

ટ્રમ્પે બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરનારા આરબ અને મુસ્લિમ દેશોનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે આટલા બધા દેશો શાંતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે તે ઇઝરાયલ માટે એક મોટી જીત છે. ટ્રમ્પે કહ્યું કે આ સમયને તે સમય તરીકે યાદ રાખવામાં આવશે જ્યારે બધું બદલાવાનું શરૂ થયું. આ ઇઝરાયલ અને મધ્ય પૂર્વ માટે સુવર્ણ યુગ હશે.

vtv app promotion

ઇઝરાયલ મજબૂત અને શક્તિશાળી છે: નેતન્યાહૂ

ટ્રમ્પ સમક્ષ નેતન્યાહૂએ ભાષણ આપ્યું. તેમણે કહ્યું, "હું માર્યા ગયેલા સૈનિકોના પરિવારોનું દુઃખ સમજું છું. મને ખબર છે કે આ દુઃખ જીવનભર રહેશે." નેતન્યાહૂએ ઉમેર્યું કે આ બહાદુર સૈનિકોના કારણે, ઇઝરાયલ પ્રગતિ કરશે અને શાંતિ મેળવશે. ઇઝરાયલના દુશ્મનો પણ હવે સમજી ગયા છે કે ઇઝરાયલ કેટલું શક્તિશાળી અને મજબૂત છે.

વધુ વાંચો: પાકિસ્તાનમાં આર્મીમાં ભારે અસંતોષ, આર્મી ચીફ મુનીરને ઉથલાવી દેવાય તેવી શક્યતા

તેમણે એક સૈનિક, એરી સ્પિટ્ઝનો ઉલ્લેખ કર્યો, જેણે લડાઈમાં પોતાના બંને પગ અને એક હાથ ગુમાવ્યો. ટ્રમ્પે ઉભા થઈને તેમનો હાથ મિલાવ્યા. નેતન્યાહૂએ કહ્યું, "ઇઝરાયલના લોકો વચન આપે છે કે આપણે આપણા દુશ્મનો સામે ક્યારેય નબળા નહીં પડીએ. 7 ઓક્ટોબરનો હુમલો એક ગંભીર ભૂલ હતી. દુશ્મનોને સમજાયું છે કે ઇઝરાયલ હંમેશા મજબૂત રહેશે. આ તાકાત શાંતિનું સાચું કારણ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Disruption Parliament Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ