ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનમાં આર્મીમાં ભારે અસંતોષ, આર્મી ચીફ મુનીરને ઉથલાવી દેવાય તેવી શક્યતા

હિંસા / પાકિસ્તાનમાં આર્મીમાં ભારે અસંતોષ, આર્મી ચીફ મુનીરને ઉથલાવી દેવાય તેવી શક્યતા

Last Updated: 06:44 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામીક પાર્ટી, તહરીફ-એ-લબ્બેક પાકિસ્તાન TLP હિંસક વિરોધ પ્રદર્શન કરી રહી છે.

ADVERTISEMENT

પાકિસ્તાન હવે બધી રીતે હિંસાની ચપેટમાં આવી ગયું છે. એક તરફ અફઘાનિસ્તાન પાસે આવેલી બોર્ડર પર તાલિબાન સેના પાકિસ્તાની સેનાનું અથડામણ થઈ રહ્યું છે. જ્યારે દેશની અંદર એક બાદ એક હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. નવુ વિરોધ પ્રદર્શન તહરીફ- એ-બલ્લેક પાકિસ્તાન કરી રહ્યું છે. જે કટ્ટરપંથી ઈસ્લામીક પાર્ટી છે. ફિલિસ્તીન સામે ઈઝરાયલના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શને પાકિસ્તાનના કેટલાક શહેરોમાં હિંસાની આગ લગાવી દીધી છે. ફિલિસ્તીનના હકમાં એવુ વિરોધ પ્રદર્શન ચાલુ થયુ છે કે પાકિસ્તાનની સેના અને પોલીસ પાકિસ્તાનના લોકો સામે જ ગોળીઓ ચલાવી રહી છે. એવામાં એક સૈનિકે તો પોતાની ઓળખ છુપાવીને પાકિસ્તાનના આર્મી ચીફ આસિર મુનીર સામે વીડિયો જારી કરી દીધો હતો. અને પુછ્યુ છે કે તમારા પોતાના લોકો પર ગોળીબાર કર્યા પછી તમે કયામતનો સામનો કેવી રીતે કરશો?"

vtv app promotion

TLP પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો કેમ કરી રહ્યું છે?

TLP એ ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસની બહાર ઇઝરાયલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જ્યારે પાકિસ્તાનના વિવિધ શહેરોમાં પોલીસ તેમને રોકવા માટે કામ કરી રહી છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, રવિવારે સવારે પાકિસ્તાન રેન્જર્સ (પંજાબ) અને પાંચ જિલ્લાઓમાંથી પોલીસની મોટી ટુકડી સહિત કાયદા અમલીકરણ એજન્સીઓને મુરિદકે મોકલવામાં આવી હતી. તેમણે TLP વિરોધ છાવણીને ઘેરી લીધી હતી, મોટા પાયે કાર્યવાહીની તૈયારી કરી હતી. તેમણે શહેરમાંથી આગળ વધવાના પક્ષના સમર્થકોના બે પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા હતા. ઇસ્લામાબાદ કૂચને રોકવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે અને રસ્તાઓ સીલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: CM મમતા બેનર્જીએ પાડોશી દેશ ભુટાન પાસે માંગ્યુ વળતર? લગાવ્યો ગંભીર આક્ષેપ

એક સૈનિકે આસીમ મુનીરની પૂછપરછ કરી

પાકિસ્તાની સેનાના એક સૈનિકે પોતાના જ સેના પ્રમુખનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તે એક વીડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે

આર્મી મેને શું કહ્યું

"માનનીય આર્મી ચીફ, તમે દેશની વર્તમાન સ્થિતિથી અજાણ નથી. આપણા પોતાના મુસ્લિમ નાગરિકો, આપણા પોતાના પાકિસ્તાની નાગરિકોનું લોહી વહેવડાવવામાં આવી રહ્યું છે. દેશમાં શાંતિ જાળવવા માટે જે બળ બનાવવામાં આવ્યું હતું તે તેના પોતાના લોકો સામે ઉભું કરવામાં આવ્યું છે. જેમના પર અત્યાચાર અને ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેઓ પોતાના દેશને પ્રેમ કરે છે, પોતાના દેશને સૌથી વધુ પ્રેમ કરે છે. આ સમુદાય પણ પોતાના દેશને પ્રેમ કરે છે. આ સમુદાયનો અવાજ એટલો શક્તિશાળી છે કે "આલમ-એ-કુફર" (જેઓ ધર્મમાં માનતા નથી) પણ ધ્રૂજે છે. તેથી, તેમના પર આ જુલમ અને અત્યાચાર બંધ થવો જોઈએ. આ તમારી શક્તિમાં છે. આવતીકાલે, કયામતના દિવસે, તમારે પણ આનો જવાબ આપવો પડશે. સરકાર થઈ રહેલી બધી હત્યા અને વિનાશ માટે જવાબદાર છે. સરકારને પણ આ માટે જવાબદાર ઠેરવવામાં આવશે. ભગવાનની ખાતર, આ હોદ્દા, આ નોકરીઓ... બધું અહીં જ રહેશે. કયામતના દિવસે તમે શું કહેશો તે વિશે વિચારો. તમારી દયા માટે આભાર."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tehreek-i-Labbaik Pakistan prot Pakistan Asim Munir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ