બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:20 PM, 5 July 2025
એક શાંત રાત હતી... આકાશ ઘેર વાદળોથી ઢંકાઈ ગયું હતું. હળવો વરસાદ ધીમે ધીમે ઝરમરતા ધોધમાં ફેરવાયો. લોકોને આ સામાન્ય વરસાદ લાગ્યો, પણ કોણ જાણતું કે આવતીકાલ તેમના જીવનનો સૌથી ભયાનક દિવસ સાબિત થવાનો હતો. માત્ર મિનિટમાં જ પાણી ઘૂસવાનું શરૂ થયું. લોકો ઊંઘમાંથી ચોંકીને ઉઠી ગયા હતા, ઘરો પાણીમાં ગરકાવ થવા લાગ્યા, રસ્તાઓ અદ્રશ્ય થઈ ગયા અને આંખો સામે જાનહાની થતી રહી... જે થયું તે કોઈ ડરાવના સપનાથી ઓછું નહોતું.
ADVERTISEMENT

આ ઘટના છે અમેરિકાના ટેક્સાસ હિલ કન્ટ્રીની જ્યાં ભારે વરસાદને કારણે પૂર જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર થોડા કલાકોમાં જ એક મહિનાની જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ, વાહનો અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ છોકરીઓ ગુમ થઇ છે. આ છોકરીઓ ઉનાળાના વેકેશન કેમ્પમાં જોડાવવા આવી હતી અને ત્યારથી તેઓનો સંપર્ક તૂટ્યો છે. હાલમાં અનેક ટીમો તેમને શોધવા માટે લાગેલી છે.
ADVERTISEMENT
🚨 Tragedy in Texas: Flash floods along the Guadalupe River have claimed 13 lives. 23 young Christian girls from Camp Mystic are still missing. 💔
— Manni (@ThadhaniManish_) July 5, 2025
These are children—daughters, sisters, friends. Please keep them and their families in your prayers. 🙏 pic.twitter.com/mNGNCPyD6G
ADVERTISEMENT
મધ્ય કેર કાઉન્ટીમાં શુક્રવારે રાત્રે લગભગ 10 ઇંચ એટલે કે 25 સેન્ટિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ગુઆડાલુપે નદીમાં અચાનક પૂર આવ્યું અને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું. એક અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 237 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 167 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બોટ, હેલિકોપ્ટર અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Please keep 🙏 everyone in Kerrville, TX
— Bharat Insight (@Insight_029) July 4, 2025
The Guadalupe River rose 23 feet in 45 minutes after 9.47" of rain in 3 hours#Texas #flood #kerrville #alert #usa
Central Texas pic.twitter.com/4hiEahumhV
ADVERTISEMENT
ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે 400 જેટલા કર્મચારીઓ કામે લાગેલા છે. તેમાં 9 બચાવ ટીમો, 14 હેલિકોપ્ટર અને 12 ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે. ગુમ થયેલા લોકોમાં પુખ્તો ઉપરાંત ઘણા બાળકો પણ છે, જેને લઈને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ADVERTISEMENT
BREAKING: 20 children are missing in the Texas Hill Country flash flood.
— Brian Krassenstein (@krassenstein) July 4, 2025
Praying for the best.
This is not a time to be defunding weather research and NOAA. pic.twitter.com/VpUpnAylKk
પૂરના કહેરની એક હ્રદયદ્રાવક ઘટના પણ સામે આવી છે. ટેક્સાસના રહેવાસીના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 3:30 વાગ્યે તે વરસાદના અવાજથી જાગી, પરંતુ શરૂઆતમાં તેને કંઈ ગંભીર લાગ્યું નહીં. માત્ર 20 મિનિટમાં તેમનું ઘર પાણીથી ભરાઈ ગયું. પોતે અને તેનો દીકરો તરીને નજીકના ઝાડ પર પહોંચી ગયા અને ત્યાં લટક્યા રહ્યા.
ADVERTISEMENT

આ પણ વાંચો : VIDEO : રમકડાની જેમ ગાડીઓ ઉલળી, ઈરાન પર ઈઝરાયલનો વિનાશક હુમલો
તેનો બોયફ્રેન્ડ અને શ્વાન પણ કોઇક રીતે બચી ગયા. અત્યારે સ્થિતિ ગંભીર છે, પરંતુ રાહત અને બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે, પરંતુ સુરક્ષા દળો દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે કે વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.